વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં નવદીપ સૈનીને મળી નવી ભૂમિકા, આ રીતે કરશે ટીમની મદદ
નવદીપ સૈનીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ફ્લોરિડામાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું અને પોતાની પ્રથમ મેચમાં તે મેન ઓફ ધ મેચ બન્યો હતો.
નવી દિલ્હીઃ નવદીપ સૈનીના ક્ષમતાથી પ્રભાવિત ભારતીય ટીમ મેનેજમેન્ટે આ ફાસ્ટ બોલરને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે નેટ બોલરના રૂપમાં ટીમની સાથે જોડી રાખવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હી તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમનાર સૈનીને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ફ્લોરિડામાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું અને પોતાની પ્રથમ મેચમાં તે મેન ઓફ ધ મેચ બન્યો હતો.
પરંતુ આ પહેલા ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમના નેટ બોલર અને આઈસીસી વિશ્વ કપ દરમિયાન ભુવનેશ્વર કુમારના કવરના રૂપમાં ટીમ સાથે જોડાયો હતો.
બીસીસીઆઈના એક વરિષ્ટ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું, 'હા, નવદીપ સૈનીને ટીમ મેનેજમેન્ટે ટેસ્ટ સિરીઝ માટે પણ ટીમની સાથે જાળવી રાખવાનું કહ્યું છે. તે મુખ્ય રૂપછી નેટ બોલરના રૂપમાં ટીમની સાથે રહેશે. ટીમ મેનેજમેન્ટ ભવિષ્યને ધ્યાનમાં રાખતા તેને ટેસ્ટ ફોર્મેટ માટે તૈયાર કરવા ઈચ્છે છે.'
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સ્ટાર ખેલાડી પર લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ
સૈનીએ વેસ્ટ ઈન્ડિઝ એ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં છ ઓવર પણ કરી જેથી ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને ઉમેશ યાદવને થોડો આરામ મળી શકે. મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારે પ્રથમ ઈનિંગમાં બોલિંગ કરી નહતી.
બીસીસીઆઈ અધિકારીએ કહ્યું, 'સૈનીએ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રથમ શ્રેણી મેચોમાં સારૂ પ્રદર્શન કર્યું છે. તેની પાસે ઝડપ છે અને તે બોલને હવામાં અને પિચ પરથી સ્વિંગ કરાવવાની ક્ષમતા ધરાવે છે. જો તેને સારી રીતે તૈયાર કરવામાં આવે છે તો તેનાથી સર્વોચ્ચ ક્રિકેટ માટે અમારી ફાસ્ટ બોલરોની સંખ્યા વધશે. ટીમ મેનેજમેન્ટનો પણ તેને લઈને આ વિચાર છે.'