અમદાવાદઃ India vs West Indies 3rd ODI Playing XI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ શુક્રવાર, 11 ફેબ્રુઆરીના બપોરે 1.30 કલાકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થશે. પ્રથમ બે વનડે જીતનારી રોહિત બ્રિગેડ ત્રીજા મુકાબલામાં જીત મેળવી વિન્ડિઝના સૂપના સાફ કરવા ઈચ્છશે. તો મહેમાન ટીમની નજર ત્રીજી વનડે જીતી શાખ બચાવવા પર હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિરીઝની શરૂઆત પહેલા ઓપનિંગ બેટર શિખર ધવન સહિત ચાર ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા હતા. પરંતુ હવે ધવનની વાપસી બાદ ટીમમાં ફેરફાર થઈ શકે છે. પ્રથમ વનડે માં ઈશાન કિશન તો બીજી વનડેમાં રિષભ પંતે રોહિત સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. 


બીજી મેચમાં જીત બાદ રોહિત શર્માએ કહ્યુ હતુ કે અંતિમ વનડેમાં શિખર ધવન રમશે. તેણે કહ્યુ- શિખર આગામી મેચમાં રમશે. વાત હંમેશા પરિણામની નથી હોતી. તેણે મેદાન પર સમય પસાર કરવાની જરૂર છે. એટલે કે કેએલ રાહુલ ચોથા ક્રમે બેટિંગ કરશે. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતને તક મળી શકે છે. 


આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયામાંથી અચાનક ગાયબ થઈ ગયો મલિંગા જેવો જ ઘાતક બોલર! એક જ ઝટકામાં કરિયર બરબાદ?


સૂર્યકુમારે પાછલી મેચમાં 64 રન બનાવી પોતાની જગ્યા સુરક્ષિત કરી છે. ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને બહાર કરવામાં આવી શકે છે. હવે જોવાનું રહેશે કે શ્રેયસ અય્યરને અંતિમ ઇલેવનમાં સ્થાન મળે છે કે નહીં. 


ભારતીય બોલરોએ પ્રથમ બંને મેચમાં શાનદાર પ્રદર્શન કરી વેસ્ટ ઈન્ડિઝને 176 અને 193 રન પર રોકી દીધુ હતું. હવે સિરીઝ જીત્યા બાદ ટીમ મેનેજમેન્ટ કેટલાક ફેરફાર કરી નવા ખેલાડીઓને તક આપી શકે છે. 


તેવામાં યુજવેન્દ્ર ચહલ અને સુંદરને આરામ આપી કુલદીપ યાદવ તથા રવિ બિશ્નોઈને મેદાન પર ઉતારવામાં આવી શકે છે. તો ફાસ્ટ બોલિંગમાં આવેશ ખાનને તક મળી શકે છે. 


બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ પ્રતિષ્ઠા બચાવવા માટે રમશે. છેલ્લી 17 મેચમાં પોલાર્ડની ટીમ પૂરી 50 ઓવર બેટિંગ કરી શકી નથી. પોલાર્ડ અને જેસન હોલ્ડરે ટીમની જવાબદારી લેવી પડશે. તો શાઈ હોપ, બ્રેન્ડન કિંગ અને નિકોલસ પૂરન પાસે પણ સારા પ્રરદર્શનની આશા હશે. બોલરોએ બીજી વનડેમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું. 


આ પણ વાંચોઃ IPL માંથી કેટલા કમાય છે પ્લેયર? જાણો એક મેચ રમવા પર કેટલી મળે છે ફી


બંને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન
વેસ્ટ ઈન્ડિઝઃ નક્રમાહ બોનેર, શાઈ હોપ, શમરહ બ્રૂક્સ, નિકોલસ પૂરન, કીરન પોલાર્ડ, જેસન હોલ્ડર, અકીલ હોસેન, ફેબિયન એલન, ઓડિયન સ્મિથ, અલ્ઝારી જોસેફ અને કેમાર રોચ.


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, રિષભ પંત, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર/દીપક ચાહર, મોહમ્મદ સિરાજ/આવેશ ખાન, યુજવેન્દ્ર ચહલ/કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube