નવી દિલ્હીઃ ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. તેને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે શ્રેણીના પ્રથમ બે મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ઈજાગ્રસ્ત શાર્દુલ ઠાકુરનું સ્થાન લેશે. મહત્વનું છે કે શાર્દુલ ઠાકુરે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હૈદરાબાદ ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું, જેમાં તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. પર્દાપણ મેચમાં તે માત્ર 10 બોલ ફેંકીને મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમેશ યાદવે કહ્યું હતું શાનદાર પ્રદર્શન
શાર્દુલ ઠાકુરની ગેરહાજરીમાં ભારતની પાસે ફાસ્ટ બોલિંગમાં એકમાત્ર ઉમેશ હતો, જેણે શાનદાર પ્રદર્શન કરતા 10 વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શન બાદ કેપ્ટન વિરાટ કોહલીએ નિવેદન આપ્યું હતું કે ઉમેશના આ પ્રદર્શનથી ખુશ છે અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ ઈલેવનમાં સામલે થવાનો દાવેદાર છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અખબારી યાદી જાહેર કરીને જણાવ્યું કે ઉમેશ શાર્દુલની જગ્યાએ વનડે ટીમમાં સામેલ થયો છે. 


વનડે શ્રેણીનો કાર્યક્રમ 


21 ઓક્ટોબર - પ્રથમ વનડે, ગુવાહાટી


24 ઓક્ટોબર - બીજી વનડે, વિશાખાપટ્ટનમ


27 ઓક્ટોબર - ત્રીજી વનડે, પુણે


29 ઓક્ટોબર - ચોથી વનડે, મુંબઈ


1 નવેમ્બર - પાંચમી વનડે, તિરૂવનંતપુરમ


ત્યારબાદ ત્રણ મેચોની ટી-20 શ્રેણી રમાશે. ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટનો પ્રથમ મેચ કોલકત્તામાં ચાર નવેમ્બરે, બીજો છ નવેમ્બરે લખનઉમાં અને ત્રીજો 11 નવેમ્બરે ચેન્નઈમાં રમાશે. 


પ્રથમ બે વનડે માટે ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, મનિષ પાંડે, એમ.એસ.ધોની, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ખલીલ અહમદ, ઉમેશ યાદવ, કેએલ રાહુલ. 


વેસ્ટ ઈન્ડિઝની ટીમ
વનડે ટીમઃ જેસન હોલ્ડર (કેપ્ટન), ફેબિયન એલેન, સુનીલ અંબરીશ, દેવેન્દ્ર બિશૂ, ચંદ્રપોલ હેમરાજ, શિમરોન હેટમેયર, શાઈ હોપ, અલજારી જોસેફ, એવિન લુઈસ, એશલે નર્સ, કીમો પાલ, રોવમૈન પોવેલ, કેમાર રોચ, મર્લોન સેમ્યુઅલ્સ, ઓશાને થોમસ. 


ટી-20 ટીમઃ કાર્લોસ બ્રેથવેટ (કેપ્ટન), ફેબિયન એલેન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમેયર, એવિન લુઈસ, ઓબેટ મેકાય, એશલે નર્સ, કીમો પાલ, ખારી પિયરે, કીરોન પોલાર્ડ, રોવમૈન પોવેલ, દિનેશ રામદીન, આંદ્રે રસેલ, શેરફાને રદરફોર્ડ, ઓશાને થોમસ.