હૈદરાબાદઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે કહ્યું કે, વિશ્વભરમાં ટેસ્ટ ક્રિકેટ ઈંગ્લેન્ડમાં બનેલા ડ્યૂક બોલથી રમાવી જોઈએ. તેણે એસજી બોલની ખરાબ ગુણવત્તા પર નારાજગી વ્યક્ત કરી છે, જેનો ભારત સ્વદેશમાં ઉપયોગ કરે છે. કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પહેલા કહ્યું, મારૂ માનવું છે કે ડ્યૂકનો બોલ ટેસ્ટ ક્રિકેટ માટે સૌથી સારો છે. હું વિશ્વભરમાં આ બોલનો ઉપયોગ કરવાની ભલામણ કરીશ. તેની તેની સીમ કડક અને સીધી છે અને આ બોલમાં સાતત્ય જળવાઈ રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલના ઉપયોગને લઈને આઈસીસીના કોઈ વિશિષ્ટ દિશાનિર્દેશ નથી અને દરેક દેશ અલગ-અલગ બોલનો ઉપયોગ કરે છે. ભારત સ્વદેશમાં બનેલા એસજી  બોલનો ઉપયોગ કરે છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ ડ્યૂક, જ્યારે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકા કૂકાબૂરાનો ઉપયોગ કરે છે. 

કોહલી બોલ્યોઃ પૃથ્વીની તુલના ન કરો, તેને ક્રિકેટર તરીકે વિકસિત થવા દો


કોહલી પહેલા ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને કહ્યું હતું કે એસજીની તુલનામાં કૂકાબૂરાથી બોલિંગ કરતા વધુ સારો અનુભવ કરે છે. અશ્વિનની ફરિયાદ વિશે પૂછવા પર કોહલીએ આ સ્પિનરનું સમર્થન કર્યું હતું. 


કોહલીએ કહ્યું, હું સંપૂર્ણ રીતે તેની સાથે સહમત છું. પાંચ ઓવરમાં બોલ ઘસાઈ જાય છે આવું પહેલા ક્યારેય જોયું નથી. પહેલા જે બોલનો ઉપયોગ કરવામાં આવતો હતો, તેની ગુણવત્તા ઘણી સારી હતી અને મને નથી ખ્યાલ કે હવે તેની ગુણવત્તા નીચી આવી છે. 


તેણે કહ્યુ, ડ્યૂક બોલમાં હજુપણ સારી ગુણવત્તા હોય છે. કૂકાબૂરામાં પણ સારી ગુણવત્તા હોય છે. કૂકાબૂરા જે પણ મર્યાદા (સીમ સપાટ થઈ જવી) છે પરંતુ તેની ગુણવત્તા સાથે ક્યારેય સમજુતી કરવામાં આવતી નથી. 


INDvsWI: હૈદરાબાદ ટેસ્ટ માટે 12 ખેલાડીઓના નામ જાહેર, મયંક અગ્રવાલ બહાર