મેલબોર્નઃ આઈસીસીસી મહિલા ટી20 વિશ્વકપ (Womens T20 World Cup)ના ગ્રુપ-એમાં પોતાની શરૂઆતી સતત બંન્ને મેચ જીત્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ગુરૂવારે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચને જીતીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સેમિફાઇનલ માટે પોતાનું સ્થાન પાક્કુ કરવા ઈચ્છશે. પહેલી મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 17 રને અને પછી બાંગ્લાદેશને 18 રને પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બોલરોએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે, પરંતુ બેટિંગમાં હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના પાસે મોટા સ્કોરની આશા છે. 16 વર્ષીય શેફાલી વર્માએ અત્યાર સુધી પોતાના આક્રમક અંદાજનો પરિચય આપ્યો છે. 


શેફાલી વર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 29 રન બનાવવા સિવાય બાંગ્લાદેશ વિરુદ્ધ 17 બોલ પર 39 રનની ઈનિંગ રમી હતી. ત્રીજા નંબર પર બેટિંગ કનારી જેમિમાહ રોડ્રિગ્સે 26 અને 34 રનની બે ઉપયોગી ઈનિંગ રમી હતી, પરંતુ કેપ્ટન હરમનપ્રીત બંન્ને મેચમાં મોટો સ્કોર કરી શકી નથી. ભારતીય ટીમમાં અનુભવી મંધાનાની વાપસીની સંભાવના છે જે ફિવરને કારણે બાંગ્લાદેશ વિરુદ્ધ બહાર રહી હતી. 


ICC Test Rankings: ખરાબ બેટિંગને કારણે વિરાટને થયું નુકસાન, ટેસ્ટમાં નંબર-1નો તાજ છીનવાયો  


મધ્યમક્રમમાં દીપ્તિ શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અણનમ 49 રન બનાવી ઉપયોગી યોગદાન આપ્યું હતું જ્યારે બાંગ્લાદેશ વિરુદ્ધ વેદા કૃષ્ણામૂર્તિએ 11 બોલ પર અણનમ 20 રનની ઈનિંગ રમી હતી. બોલિંગ વિભાગમાં પૂનમ યાદવે બંન્ને મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 7 વિકેટ ઝડપી છે. 


પૂનમ યાદવને મધ્યમ ગતિની બોલર શિખા પાંડેનો સાથ મળ્યો છે. શિખાએ અત્યાર સુધી પાંચ વિકેટ ઝડપી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાલમાં ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે. તેણે આ બંન્ને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી ત્રણેય મેચ જીતી છે. એક વર્ષ પહેલા તેણે ત્રણ ટી20 મેચોની ઘરેલૂ સિરીઝમાં ભારતીય ટીમને 3-0થી પરાજય આપ્યો હતો. 


ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, આ ખેલાડી થયો બહાર   


ન્યૂઝીલેન્ડની પાસે કેપ્ટન સોફી ડિવાઇન, સૂઝી બેટ્સ, લી તાહુહુ અને અમેલિયા કેરના રૂપમાં કેટલાક સારા ખેલાડી છે. કીવી ટીમે પોતાની પહેલી મેચમાં શ્રીલંકાને સાત વિકેટે હરાવ્યું હતું. તે મેચમાં ડિવાઇને અણનમ 75 રન બનાવ્યા હતા. 


ટીમો
ભારતઃ હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, શેફાલી વર્મા, પૂનમ યાદવ, રાધા યાદવ, તાન્યા ભાટિયા, હરલીન દેઓલ, રાજેશ્વરી ગાયકવાડ, ઋૃચા ઘોષ, વેદા કૃષ્ણામૂર્તિ, શિખા પાંડે, અરૂંધતિ રેડ્ડી, પૂજા વસ્ત્રાકર. 


ન્યૂઝીલેન્ડઃ સોફી ડિવાઇન (કેપ્ટન), રોજમેરી મેયર, અમેલિયા કેર, સૂઝી બેટ્સ, લોરેન ડાઉન, મૈડી ગ્રીન, હોલી હડલસ્ટન, હેલે જેન્સેન, લીગ કાસ્પેરેક, જેસ કેર, કેટી માર્ટિન, કેટી પર્કિન્સ, અન્ના પીટરસન, રેલેચ પ્રીસ્ટ, લી તાહુહુ. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર