હોકી વર્લ્ડ કપઃ કેનેડાને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવા ઉતરશે ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયા શનિવારે કેનેડા વિરુદ્ધ રમાનારા પોતાના અંતિમ ગ્રુપ મેચને જીતીને સીધો ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવાની તક શોધશે. ભારતીય સમયાનુસાર આ મેચ સાંજે 7 કલાકે શરૂ થશે.
ભુવનેશ્વરઃ શાનદાર શરૂઆત બાદ યજમાન ભારત ગ્રુપ-સીના છેલ્લા મેચમાં શનિવારે કેનેડાને હરાવીને પુરૂષ હોકી વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવા ઉતરશે. વિશ્વમાં પાંચમાં નંબરની ટીમ ભારત ગ્રુપ સીમાં 4 પોઈન્ટ લઈને ટોપ પર છે. તો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા બેલ્જિયમના પણ ચાર પોઈન્ટ છે, પરંતુ ભારતની ગોલ એવરેજ સારી છે. ભારતની ગોલ એવરેજ પ્લસ 5 છે, જ્યારે બેલ્જિયમની પ્લસ 1 છે.
કેનેડા અને સાઉથ આફ્રિકાના 1 મેચોમાં 1-1 પોઈન્ટ છે, પરંતુ સારી ગોલ એવરેજને કારણે કેનેડા ત્રીજા સ્થાને છે. ભારતે પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને 5-0થી હરાવ્યું હતું અને બેલ્જિયમ સામે 2-2થી ડ્રો રમ્યો હતો. કેનેડાએ બેલ્જિયમને 2-1થી હરાવ્યું અને કેનેડાએ સાઉથ આફ્રિકા સામે 1-1થી ડ્રો રમ્યો હતો. ગ્રુપમાં હજુ સુધી તમામ ટીમો માટે દરવાજા ખુલા છે, જેથી યજમાન ટીમ કોઈપણ ભૂલ કર્યા વગર જીત મેળવીને અંતિમ આઠમાં પ્રવેશ કરવા ઈચ્છશે.
બીજા અને ત્રીજા સ્થાનની ટીમો બીજા પૂલની બીજી અને ત્રીજી ટીમો સામે ક્રોસઓવર રમશે જેનાથી ક્વાર્ટર ફાઇનલના ચાર સ્થાન નક્કી થશે. રેકોર્ડ અને ફોર્મને જોતા ભારતને પલડુ ભારે લાગી રહ્યું છે. પરંતુ ગુરૂવારે વિશ્વની 20મા નંબરની ટીમ ફ્રાન્ચે ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને ગ્રુપ-એના મુકાબલામાં હરાવ્યું પરિણામ સ્વરૂપ આધુનિક હોકીમાં ગમે તે સંભવ છે. ભારતીય ટીમ રિયો ઓલમ્પિક 2016નો ગ્રુપ મેચ ભૂલી નહીં હોય જેમાં કેનેડાએ પાછળ રહ્યાં બાદ વાપસી કરતા ડ્રો મેચ રમી હતી. આ સિવાય લંડમાં ગત વર્ષે હોકી વર્લ્ડ લીગના સેમિ ફાઇનલમાં કેનેડાએ ભારતને 3-2થી હરાવીને 5મું સ્થાન હાસિલ કર્યું હતું.
કેનેડા વિરુદ્ધ ભારતે 2013થી અત્યાર સુધી પાંચ મેચ રમી છે, ત્રણ જીત્યા, એક હાર્યું અને એક ડ્રો રહ્યો છે. કેનેડાએ પ્રથમ મેચમાં બેલ્જિયમને જીત માટે ખૂબ સંઘર્ષ કરાવ્યો હતો. ભારતીય ફોરવર્ડ પંક્તિ મનદીપ સિંહ, સિમરનજીત સિંહ, આખાશદીપ સિંહ અને લલિત ઉપાધ્યાય પર સારુ પ્રદર્શન કરવાનું દબાણ રહેશે.
કેપ્ટન મનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય મિડફીલ્ડે અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે પરંતુ ડિફેન્સે વધુ સચેત રહેવાની જરૂર છે. અંતિમ મિનિટોમાં ગોલ ગુમાવવાની આદતથી ભારતે છુટકારો મેળવવો પડળે. બેલ્જિયમ વિરુદ્ધ છેલ્લી 4 મિનિટમાં ગોલ ગુમાવવાને કારણે ભારતે મેચ ડ્રો રમવી પડી હતી. ઈજા બાદ વાપસી કરનાર પી.આર. શ્રીજેશે પહેલા જેવું ફોર્મ હજુ પરત મેળવ્યું નથી.
ભારતીય કોચ હરેન્દ્ર સિંહે કહ્યું, પાછળની અસફળતામાંથી શીખ હોય છઝે, જેનાથી અને વર્તમાનને સારૂ બનાવીએ છીએ. વર્તમાનમાં કેનેડા વિરુદ્ધ મેચ છે, જેનાથી પૂલમાં અમારૂ ભાગ્ય નક્કી થશે. હું હોકી વર્લ્ડ લીગ સેમિફાઇનલ કે રિયો ઓલમ્પિક વિશે વિચારી રહ્યો નથી. તેમણે કહ્યું, કેનેડાની સામે અમારે તકની રાહ જોવી પડશે. અમે આક્રમક હોકી રમશું જે અમારી આદત બની ગઈ છે. તેમાં કોઈ ફેરફાર થશે નહીં. પૂલ સીના અન્ય મેચમાં બેલ્જિયમનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે.