મુંબઇ: ભારતીય ટીમ સોમવારે ચોથી વનડેમાં વેસ્ટઇન્ડિઝ સામે ટકરાશે. પહેલી મેચમાં હાર મળ્યા બાદ શાનદાર વાપસી કરનારી વેસ્ટઇન્ડિઝ ટીમને જોઇને ટીમ ઇન્ડિયા સહિત ક્રિકેટ પ્રશંસકો પણ આશ્ચર્યમાં છે. વેસ્ટઇન્ડિઝે પૂણેમાં ભારતની બેસ્ટ પ્લેઇંગ ઇલેવનને હરાવી દીધી હતી. તેની આ જીતથી પાંચ મેચોની આ સીરીઝમાંને રોમાંચક બનાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને વેસ્ટઇન્ડિઝની ત્રણ મેચો બાગ સારીઝ 1-1ની બરાબરી પર છે. સીરીઝમાં ભારતે પહેલી વનડેમાં જીત મેળવી અને બીજી મેચમાં ટાઇ થઇ હતી. જ્યારે ત્રીજી મેચમાં વેસ્ટઇન્ડિઝની ટીમે શાનદાર જીત મેળવી હતી. હવે ચોથી વનડેમાં શું થાય છે તેના પર સૌની નજર રહેશે. એ નક્કી છે કે જે ટીમ ચોથી મેચમાં જીત મેળવશે તે સકીઝમાં 2-1થી આગળ આવી જશે. વિરાટ કોહલી વેસ્ટઇન્ડઝ સામે સતત 4 મેચોમાં સદી ફટકારી રહ્યો છે. હાલની સીરીઝમાં પણ કોહલી સતત ત્રણ સદી ફટકારી ચૂક્યો છે.  


બ્રેબ્રોનમાં માત્ર એક મેચ રમી છે ટીમ ઇન્ડિયા 
ભારત ને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ચોથી વનડે મેટ મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેદાન પર આત્યાર સુધીમાં માત્ર 6 જ મેચ રમાઇ છે. ભારતીય ટીમ આ મેદાનમાં માત્ર એક જ મેચ રમી છે. ભારતે આ મેદાન પર 1995માં ન્યૂઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. જ્યારે વેસ્ટઇન્ડિઝની ટીમ અહિ ચાર મેચો રમી છે. જેમાંથી માત્ર એક જ મેચમાં જીત મેળવી છે. જ્યારે 2006માં તેમણે ઓસ્ટ્રેલિયાને હાર આપી હતી.


વધુ વાંચો...એક પગ હોવા છતાં પણ એવરેસ્ટ જીતનારી અરૂણિમાને મળશે બ્રિટનની યુનિવર્સિટીમાં સન્માન


કાંબલી બ્રેબ્રોર્નનો ટોપ સ્કોરર 
ભારતે આ મેદાન પર 1995માં ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું હતું, ભારતે આ મેચમાં મહેમાન ટીમને માત્ર 126 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. અનિલ કુંબલેએ સૌથી વધારે ત્રણ શ્રીનાથ અને આશીષ કપૂરે 2-2 વિકેચ લીધા હતા. જ્યારે ભારતે બેટીંગ કરતા વિનોદ કાંબલીએ 48 રન બનાવ્યા હતા. અજય જાડેજાએ 35 અને મનોજ પ્રભાકરે 32 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન અજહર ચાર અને સચિન એક રન બનાવી આઉટ થયો હતો, સંજય માંજરેકર તો ખાતુ પણ ખોલી શક્યો નહિ અને શૂન્યમાં આઉટ થયો હતો.


વધુ વાંચો...2018માં એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી ધોની, વિશ્વના આઠ કીપરોએ બનાવ્યા તેના કરતા વધુ રન


ભારતે બોલીંગ અને મિડલ ઓર્ડર સુધારવાની જરૂર 
ભારતની વાત કરીએ તો ચોથી ટેસ્ટમાં ભારતે જીત મેળવવ માટે મધ્યમ ક્રમના બેસ્ટમેનો અને બોલરોને પ્રદર્શન સુધારવું જરૂરી બની જાય છે. ત્રણે મેચોમાં સદી મારનાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સિવાય કોઇ પણ બેસ્ટમેન ખાસ કમાલ કરવામાં સફળ રહ્યો નથી. ભારતીય ટીમ આ મેચમાં એક બદલાવ કરી શકે છે. ઋષભ પંતની જગ્યાએ કેદાર જાદવનો ટીમમાં સમાવેશ થઇ શકે છે. જેથી ભારતને બોલીંગમાં પણ એક વિકલ્પ મળી શકે છે.