નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનની ટીમ એકવાર ફરી આમને-સામને હશે. ગુરૂવારે શ્રીલંકામાં અન્ડર 19 એશિયા કપની શરૂઆત થઈ રહી છે. શનિવારે ભારતની ટીમ પોતાના બીજા મુકાબલામાં પાકિસ્તાન સામે ટકરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અન્ડર 19 એશિયા કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ શનિવારે પોતાનો મુકાબલો રમવા ઉતરશે. ધ્રુવ જુરેલ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. ભારત અત્યાર સુધી છ વખત આ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી ચુક્યું છે. ધ્રુવ પર ટીમને સાતમી વખત ચેમ્પિયન બનાવવાની જવાબદારી હશે. 


ભારત પોતાના અભિયાનની શરૂઆત ગુરૂવારે 5 સપ્ટેમ્બરે કુવૈત વિરુદ્ધ મુકાબલા સાથે કરશે. ટીમ પોતાનો બીજો મુકાબલો 7 સપ્ટેમ્બરે પાકિસ્તાનની સાથે રમશે. આ મુકાબલો સવારે 9.30 કલાકથી રમાશે. ત્રીજા મુકાબલામાં ભારતીય ટીમ 9 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન વિરુદ્ધ ટકરાશે. 

NZvsSL: ન્યૂઝીલેન્ડની શ્રીલંકા પર સતત બીજી જીત, ગ્રાન્ડહોમ-ટોમ બ્રૂસની ધમાકેદાર ઈનિંગ 


ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી 8 ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનની ટીમને ગ્રુપ એ રાખવામાં આવી છે. આ ગ્રુપમાં બે અન્ય ટીમો અફઘાનિસ્તાન અને કુવૈત છે. ગ્રુપ બીમાં યજમાન શ્રીલંકા સિવાય બાંગ્લાદેશ, નેપાળ અને યૂએઈને રાખવામાં આવી છે. 


ટૂર્નામેન્ટનો સેમિફાઇનલ મુકાબલા 12 સપ્ટેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલ મેચ 14 સપ્ટેમ્બરે રમાશે.