ગણતંત્ર દિવસ પર જીતની ભેટ આપી શકે છે ટીમ ઈન્ડિયા, આવો રહ્યો છે રેકોર્ડ
ટીમ ઈન્ડિયા 26 જાન્યુઆરીના દિવસે જીતની ભેટ આપી શકે છે. આ પહેલા ભારતને 26 જાન્યુઆરી 2019ના દિવસે જીત મળી હતી, ત્યારે તેણે ન્યૂઝીલેન્ડને વનડે મેચમાં 90 રને હરાવ્યું હતું.
ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જીતની સાથે શરૂઆત કરનારી ટીમ ઈન્ડિયા આત્મવિશ્વાસથી ભરપૂર છે. ભારતે શુક્રવારે ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડને પરાજય આપીને પાંચ મેચોની ટી20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી ટી20 મેચ કાલે એટલે કે રવિવાર 26 જાન્યુઆરીએ આજ મેદાન પર રમાશે. આ મેચને જીતીને ભારત ટી20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની લીડને મજબૂત કરવા ઈચ્છશે.
ટીમ ઈન્ડિયા 26 જાન્યુઆરીના દિવસે જીતની ભેટ આપી શકે છે. આ પહેલા ભારતને 26 જાન્યુઆરીના દિવસે 2019માં જીત મળી હતી, ત્યારે તેણે ન્યૂઝીલેન્ડને માઉન્ટ માઉંગાનુઈ વનડે મેચમાં 90 રને પરાજય આપ્યો હતો. સીમિત ઓવરોની વાત કરીએ તો આ ભારતની 26 જાન્યુઆરીના દિવસે બીજી જીત હતી, પરંતુ કાલે ન્યૂઝીલેન્ડને બીજી ટી20 મેચમાં પરાજય આપીને આ દિવસે પોતાની ત્રીજી જીત મેળવી શકે છે.
ગણતંત્ર દિવસના દિવસે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ની વાત કરીએ તો તે દિવસે 1986માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં ભારતે 36 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પછી 26 જાન્યુઆરી 2000ના એડિલેડ વનડેમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 152 રને પરાજય આપ્યો હતો, જ્યારે આ દિવસે 2015માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની વનડેમાં પરિણામ આવ્યું નહતું. ત્યારબાદ 26 જાન્યુઆરીના માઉન્ટ માઉંગાનુઈમાં ભારતે ન્યૂઝીલેન્ડને 90 રને હરાવ્યું હતું.
ભારત vs ઓસ્ટ્રેલિયા (વનડે | 26 જાન્યુઆરી 1986 | ઓસ્ટ્રેલિયા 36 રનથી જીત્યું |
ભારત vs ઓસ્ટ્રેલિયા (વનડે | 26 જાન્યુઆરી 2000 | ઓસ્ટ્રેલિયા 152 રનથી જીત્યું |
ભારત vs ઓસ્ટ્રેલિયા (વનડે | 26 જાન્યુઆરી 2015 | પરિણામ ન આવ્યું |
ભારત vs ઓસ્ટ્રેલિયા (વનડે | 26 જાન્યુઆરી 2016 | ભારત 37 રનથી જીત્યું |
ભારત vs ઈંગ્લેન્ડ (ટી20) | 26 જાન્યુઆરી 2017 | ઈંગ્લેન્ડને 7 વિકેટે જીત |
ભારત vs ન્યૂઝીલેન્ડ (વનડે) | 26 જાન્યુઆરી 2019 | ભારતની 90 રને જીત |
26 જાન્યુઆરી 2016ના ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારતે એડિલેડમાં ઓસ્ટ્રેલિયાને 37 રને પરાજય આપ્યો હતો. આગામી વર્ષે (2017) 26 જાન્યુઆરીએ ટીમ ઈન્ડિયા કાનપુરમાં ઈંગ્લેન્ડ સામે 7 વિકેટે હારી હતી.
લાઇવ મેચ દરમિયાન બેન સ્ટોક્સ થયો ગુસ્સે, ફેન્સને આપી ગાળ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ ઓકલેન્ડના ઇડન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ મુકાબલો ભારતીય સમયા અનુસાર બપોરે 12.20 કલાકે શરૂ થશે. ટોસ 11.50 કલાકે કરવામાં આવશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube