નવી દિલ્હીઃ Hockey, Asian Champions Trophy India won Bronze Medal: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ઢાકામાં રમાયેલા આ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 4-3થી હરાવ્યું છે. આ મુકાબલામાં ભારતે આક્રમક શરૂઆત કરી અને પ્રથમ ક્વાર્ટર પૂરુ થવા સુધી એક ગોલ કરી દીધો હતો. પરંતુ પાકિસ્તાને પણ આ ક્વાર્ટરમાં ગોલ કરીને 1-1ની બરોબરી કરી લીધી હતી. ત્યારબાદ પાકિસ્તાને બીજો ગોલ કરીને લીડ મેળવી લીધી હતી. તેના જવાબમાં ભારતે થોડા સમયના અંતરે બે ગોલ કરીને સ્કોર 4-2 કરી દીધો હતો. પાકિસ્તાને મેચ સમાપ્ત થતા પહેલા વધુ એક ગોલ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયા માટે હરમનપ્રીત સિંહ, સુમિત, વરૂણ અને આકાશદીપે એક-એક ગોલ કર્યો હતો. તો પાકિસ્તાન માટે અફરાજે 10મી મિનિટમાં, અબ્દુલ રાણાએ 33મી મિનિટમાં અને નદીમે 57મી મિનિટે ગોલ કર્યો હતો. આ મુકાબલા માટે ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન બન્યો ટેસ્ટનો નંબર-1 બેટર, વિરાટ કોહલીને થયું નુકસાન  


મહત્વનું છે કે આ મુકાબલા પહેલા જાપાન વિરુદ્ધ ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ હારની ટીમ ઈન્ડિયા પર કોઈ નકારાત્મક અસર પડી નહીં અને તેણે પાકિસ્તાન સામે શાનદાર વાપસી કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને બીજીવાર હરાવ્યું છે. મહત્વનું છે કે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ આ ભારતની પ્રથમ ટૂર્નામેન્ટ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube