INDvsAUS: સિડનીમાં ભારતનો 6 વિકેટ વિજય, શ્રેણી 1-1થી બરોબર
કૃણાલ પંડ્યાની ચાર વિકેટ બાદ શિખર ધવન અને કેપ્ટન કોહલીની શાનદાર ઈનિંગની મદદથી ભારતે સિડની ટી20 6 વિકેટે જીતી લીધી હતી.
સિડની: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં 6 વિકેટે પરાજય આપીને 3 મેચોની શ્રેણી 1-1થી બરોબર કરી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા અને ભારતને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 168 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ભારત માટે કેપ્ટન કોહલીએ 41 બોલમાં અણનમ 61 રન ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ આપ્યો 165 રનનો ટાર્ગેટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને જીતવા માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે ડાર્સી શોર્ટે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. તે સિવાય કેપ્ટન એરોન ફિન્ચે 28 જ્યારે એલેક્સ કેરીએ 27 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે કૃણાલ પંડ્યાએ 4 તથા કુલદીપ યાદવે એક વિકેટ ઝડપી હતી.
સારા વાતાવરણની આશા
જ્યારે સિડનીમાં રવિવારે વાતાવરણ સારૂ રહેવાની સંભાવનાઓ છે. અને પરિસ્થિતિઓને અનુરૂપ ઓસ્ટ્રેલિયાન કેપ્ટન એરોન ફિંચે તેની ટીમમાં એક બદલાવ કરી લીધી છે. તેમની ટીમ હવે ભારતની સામે સીરીઝ જીતવાની સ્થતિમાં છે, અને તેમના માટે તે કોઇ પણ પ્રકારની કરસ નહિ છોડે.
બંન્ને ટીમો આ પ્રકારે
ભારત: વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, ઋૃષભ પંત, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ
ઓસ્ટ્રેલિયા: એરોન ફિંચ, એલેક્સ કૈરી, નાથન કુલ્ટર-નાઇલ, ક્રિસ લિન, બેન મૈકડરમટ, ગ્લેન મેક્સવેલ, ડી આર્સી શોર્ટ, મિચેલ સ્ટર્ક, માર્કસ સ્ટોયનિસ, એંડ્રયુ ટાઇ, એડમ જમ્પા