વડોદરા : ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકા ટીમને (India Women vs South Africa Women) ટી20 સીરીઝ બાદ વનડે સીરીઝમાં પણ સફાયો કરી દીધો. ભારતીય ટીમે (India Womens) સોમવારે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં દક્ષિણ આફ્રિકાને છ રનથી હરાવ્યા. આ બંન્ને ટીમોની વચ્ચે અત્યાર સુધીનું સૌથી રસાકસીભર્યો મુકાબલો હતો. ભારતે દક્ષિણ આફ્રિકાને પહેલી વાર આટલા ઓછા રનોના અંતરથી હરાવ્યા છે. આ ઓવરઓલ પણ ભારતની બીજી સૌથી નજીકની જીત છે. આ અગાઉ તેણે 2003માં ન્યૂઝીલેન્ડને પાંચ રન પરથી પરાજીત કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો કોણ છે અભિજીત બેનરજી, જેમને મળ્યો છે અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
ભારતે આ જીત સાથે જ ત્રણ વનડે મેચોની સીરીઝ 3-0 પોતાનાં નામે કરી લીધી છે. તેણે દક્ષિણ આફ્રિકાને પહેલી જ વનડેમાં આઠ વિકેટથી પરાજીત કર્યું હતું. ત્યાર બાદ બીજી વનડેમાં પાંચ વિકેટતી જીત પ્રાપ્ત કરી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમોની વચ્ચે ત્રણ વનડે મેચ વડોદરામાં રમાઇ છે.


જો અમે મહારાષ્ટ્રમાં BJPને સમર્થન ન આપ્યું હોત તો સરકાર પડી જાત: ઉદ્ધવ ઠાકરે 
મહારાષ્ટ્ર કોંગ્રેસમાં કંકાસ પરાકાષ્ઠાએ, નિરૂપમની એક ટ્વીટથી 'રાજકીય ભૂકંપ'
ભારતીય કેપ્ટન મિતાલી રાજે ત્રીજી મેચમાં ટોસ જીત્યો અને પહેલા બેટિંગનો નિર્ણય લીધો. તેનો આ નિર્ણય ભારતીય ખેલાડીઓને ગમ્યું નહી. ભારતની ટીમ 45.5 ઓવરમાં 146 રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. ઓછા સ્કોર છતા ભારતીય બોલરે હાર નહોતી માની અને દક્ષિણ આફ્રીકન ટીમ પર વળતો હુમલો કર્યો. તેમણે મહેમાન ટીમને સતત ઝટકા આપ્યા અને ભારતને છ રનથી જીત અપાવી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ 48 ઓવરમાં 140 રન જ બનાવી શક્યા હતા.


મુંબઈ: બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગી, 3ને રેસ્ક્યુ કરાયા, અનેક ફસાયાની આશંકા
આ અગાઉ દક્ષિણ આફ્રિકાએ મેચમાં સારુ શરૂઆત કરી હતી. આફ્રિકન બોલરને મેજબાન ટીમને શરૂઆતથી જ બેકફુટ પર ધકેલી  દીધા. ભારતીય ઓપનર પ્રિયા પુનિયા ખાતુ ખોલી શક્યા નહોતા. બીજી ઓપનર જેમિમાહ રોડ્રિગેજ માત્ર ત્રણ રન બનાવી શક્યા. ત્રીજા નંબર પર આવેલી પુનમ રાઉતના બેટમાંથી માત્ર 15 રન જ બન્યા. કેપ્ટન મિતાલી પણ 11 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. દીપ્તિ શર્મા (7) અને તાનિયા ભાટિયા (6)એ પણ નિરાશ કર્યા હતા.


જમ્મુ-કાશ્મીરમાં Postpaid પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ, ઈન્ટરનેટ માટે હજુ રાહ જોવી પડશે
ભારતીય ટીમે 71 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. ટી20 ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર (38) અને શીખા પાંડે (35) ભારતના આ દબાણમાંથી બહાર કાઢ્યું. બંન્ને 49 રનની ભાગીદારી કરીને ભારતને 120ના સ્કોર સુધી પહોંચાડ્યું. આ સ્કોર પર હરમનપ્રીત આઉટ થઇ ગયા હતા. હાલ ટીમમાં 13 રન વધારે જોડાયા હતા કે શીખા પણ આઉટ થઇ ગઇ. ત્યાર બાદ બાકીના બેટ્સમેન માત્ર 13 રન જ બનાવી શક્યા અને સમગ્ર ભારતીય ટીમ 146 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.