વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં કેવો છે ભારત અને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોનો રેકોર્ડ? જાણો કોનું પલડું છે ભારે
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં એકબીજા સામે ટકરાવાની છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય બેટ્સમેનોનો રેકોર્ડ આ ટુર્નામેન્ટમાં શાનદાર રહ્યો છે. જ્યારે કિવી ટીમના બેટ્સમેન તેટલા પ્રભાવી રહ્યા નથી.
નવી દિલ્લી: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ 18 જૂનથી રમાવાની છે. આ મહામુકાબલામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી રહી ગયો છે. એવામાં તમારા માટે એ જાણવું જરૂરી છે કે આ મેચ માટે ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ ટીમનું બેટિંગ આક્રમણ કેવું છે અને કોની સ્થિતિ સારી છે. કઈ ટીમની બેટિંગ લાઈનઅપ અનુભવી છે.
ભારત-ન્યૂઝીલેન્ડ આમને-સામને:
જો આ ટુર્નામેન્ટની વાત કરીએ તો રન બનાવવાના મામલામાં ટોચના 15 બેટ્સમેનોમાં ભારતના પાંચ બેટ્સમેન છે. જ્યારે ન્યૂઝીલેન્ડનો એકપણ બેટ્સમેન આ યાદીમાં નથી. જોકે જેટલી મેચ ભારતીય ટીમે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત રમાવાની છે. તેટલી મેચ કિવી ટીમે રમી પણ નથી. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમ્સન આ યાદીમાં જરૂર છે પરંતુ તે 16મા નંબરે છે.
બેટિંગમાં કઈ ટીમનું પલડું ભારે:
કેન વિલિયમ્સને આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં 58.35ની એવરેજથી 817 રન બનાવ્યા છે. કિવી કેપ્ટે આ ટુર્નામેન્ટ દરમિયાન 9 મેચ રમી છે. જ્યારે ભારતના બેટ્સમેન આ યાદીમાં આગળ છે. તેમણે તેનાથી વધારે મેચ રમી છે. ભારતના બે બેટ્સમેનોએ 1000થી વધારે રન બનાવ્યા છે. જેમાં એક ઓપનર અને એક મિડલ ઓર્ડર બેટ્સમેનનો સમાવેશ થાય છે. જે ભારત માટે સારી વાત છે.
ભારતના બેટ્સમેનોનું દમદાર પ્રદર્શન:
ભારત માટે ચેતેશ્વર પૂજારાએ 12 મેચમાં 818 રન, મયંક અગ્રવાલે 12 મેચમાં 42.85ની એવરેજથી 857 રન, વિરાટ કોહલીએ 14 મેચમાં 43.85ની એવરેજથી 877 રન, રોહિત શર્માએ 11 મેચમાં 64.37ની એવરેજથી 1030 રન અને અજિંક્ય રહાણેએ 17 મેચમાં 43.8ની એવરેજથી 1095 રન બનાવ્યા છે. આ બધા ખેલાડી વિલિયમ્સનથી આગળ જરૂર છે. પરંતુ રોહિત ઉપરાંત કોઈપણ ભારતીય બેટ્સમેનની એવરેજ વિલિયમ્સનથી સારી નથી.
બીજા કયા ખેલાડીઓએ સૌથી વધુ રન બનાવ્યા:
ભારતના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 10 મેચમાં ભલે 469 રન બનાવ્યા છે. પરંતુ તેની એવરેજ 58.62 કિવી કેપ્ટન કરતાં વધારે છે. કેપ્ટન કેન વિલિયમ્સન ઉપરાંત ન્યૂઝીલેન્ડ માટે ટોમ લાથમે 11 મેચમાં 680 રન, હેનરી નિકોલસે 10 મેચમાં 585, રોસ ટેલરે 11 મેચમાં 469 રન અને વિકેટકીપર બેટ્સમેન બીજે વોટલિંગે 10 મેચમાં 417 રન બનાવ્યા છે. એવામાં ટુર્નામેન્ટની ફાઈનલમાં બંને ટીમના બેટ્સમેનોની લડાઈ દિલચશ્પ રહેશે.
ભારતના બેટ્સમેન Vs ન્યૂઝીલેન્ડના બેટ્સમેન વચ્ચે જંગ:
ભારતના આઠ બેટ્સમેનોએ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની મેચમાં 400થી વધારે રન બનાવ્યા છે. જ્યારે ન્યૂઝીલેન્ડના 6 બેટ્સમેનોએ 400થી વધારે રન બનાવ્યા છે. ભારતે WTC દરમિયાન ઈંગ્લેન્ડમાં એકપણ મેચ રમી નથી. ત્યારે એ જોવાનું દિલચશ્પ રહેશે કે બંને ટીમ સાઉથમ્પટનના વાતાવરણમાં કેવું પ્રદર્શન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube