નવી દિલ્હીઃ યજમાન ભારતે(India) દક્ષિણ આફ્રિકાને(South Africa) બીજી ટી20 મેચમાં હરાવીને શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમ આ વિજય સાથે જ ટી20ની ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ નિકળી ગયું છે. હવે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટી20 મેચ 22 સપ્ટેમ્બર, રવિવારના રોજ બેંગલુરુમાં(Banglore) રમાશે. દક્ષિણ આફ્રિકા આ મેચ જીતશે તો પણ શ્રેણી 1-1થી બરાબર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટી20 મેચ બુધવારે મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 149 રન બનાવ્યા હતા. ભારતે તેના જવાબમાં 19 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીની 151 રન બનાવ્યા હતા. આ રીતે ભારતે એક ઓવર બાકી હતી ત્યારે 7 વિકેટે મેચ જીતી લીધી હતી. 


ભારતીય વિજયનો હીરો કેપ્ટન કોહલી રહ્યો હતો. તેણે 52 બોલમાં શાનદાર 72 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી નોટ આઉટ રહ્યો હતો અને ટીમને વિજય અપાવીને જ આગળ મેદાનમાંથી બહાર આવ્યો હતો. તેણે પોતાની ઈનિંગ્સમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા. 


જુઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....