નવી દિલ્હીઃ ભારતીય બોક્સર અમિત પંઘાલે(Amit Panghal) એઆઈબીએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં(World Boxing Championship) શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. તે ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા વર્ગની ફાઈનલમાં પહોંચ્યો છે. તેણે ક્વાર્ટર ફાઈનલમાં કઝાકના બોક્સરને હરાવ્યો હતો. ભારતના મનીષ કૌશિકને(Manish Kaushik) ક્વાર્ટર ફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ક્યુબાના એન્ડી ક્રૂઝ સામેની મેચમાં પરાજય સાથે મનીષને માત્ર બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત પંઘાલ વર્લ્ડ બોક્સિંગ ફાઈનલમાં પહોંચનારો પ્રથમ પુરુષ બોક્સર બન્યો છે. અમિતના ફાઈનલમાં પહોંચવાની સાથે જ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતના ગોલ્ડ જીતવાની આશાઓ ઉજળી થઈ ગઈ છે. મહિલા બોક્સિંગમાં તો એમ.સી. મેરિકોમ 6 વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચુકી છે. 


કોહલીની કેપ્ટનશિપ પર 'ગંભીર' સવાલઃ રોહિત અને ધોનીના કારણે જ સફળ


સ્પોર્ટ્સ વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....