ટોક્યોઃ ભારતની મહિલા બોક્સર પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની લી કિયાન સામે ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ છે. આ સાથે પૂજા રાનીના ઓલિમ્પિક અભિયાનનો અંત આવી ગયો છે. તેનું મેડલ જીતવાનું સપનું પણ રોળાયું છે. આમ બોક્સિંગ ઈવેન્ટમાં મેરી કોમ બાદ ભારતની વધુ એક બોક્સર બહાર થઈ છે.  ત્રણેય રાઉન્ડમાં ચીનની બોક્સર આગળ રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


બીજા રાઉન્ડમાં પૂજાનો પરાજય
ચીની બોક્સરે એક બાક એક આક્રમક પંચ પૂજા પર લગાવ્યા હતા. બીજા રાઉન્ડમાં પણ પૂજા રાની 5-0થી હારી હતી. 


પ્રથમ રાઉન્ડ હારી પૂજા રાની
પ્રથમ રાઉન્ડમાં પૂજા રાનીને હાર મળી હતી. તે 5-0થી આ રાઉન્ડ હારી હતી. ચીનની લી કિયાન અહીં આક્રમક જોવા મળી હતી. 


30 વર્ષની પૂજા રાનીનો સામનો ત્રીજી રેન્ક હાસિલ ચીનની લી કિયાન સામે હતો. પૂજા બે વખત એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાની સફરમાં આ ચીની બોક્સરને હરાવી ચુકી છે. પૂજા રાનીએ માર્ચ 2020માં આયોજીત એશિયા/ઓસનિયા ઓલિમ્પિક ક્વોલિફાયરની સેમિફાઇનલમાં પહોંચીને ટોક્યોની ટિકિટ હાસિલ કરી હતી. આ સાથે તે ટોક્યો ગેમ્સમાં ક્વોલિફાઇ કરનારી ભારતની પ્રથમ બોક્સર બની હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube