Indian Cricket Team: ટીમ ઈન્ડિયાના કેપ્ટને કરી ગલી ક્રિકેટ કરતા પણ ખરાબ હરકત. આ હરકત બાદ બીસીસીઆઈ તેના પર બગડ્યું. ગમે તેવો મોટો પ્લેયર હોય કે કેપ્ટન હોય પણ તે ખેલથી ઉપર નથી હોતો. કહેશો કે આટલા મોટા ખેલાડીએ આવી હરકત કેમ કરી? પહેલી નજરે તો તમને પણ વિશ્વાસ નહીં થાય કે આવું ખરેખર બન્યું છે. અમે કંઈ પણ કહીએ એના કરતા તમે પહેલાં એકવાર આ મેચનો વીડિયો જુઓ. વીડિયોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટનની હરકત જોઈને તમે પણ ચોંકી જશો. એ જ કારણ છેકે, બીસીસીઆઈ પણ આ ખેલાડી પર હવે બરાબરનું બગડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો કોઈ ગલી ક્રિકેટનો નથી. આ વીડિયો એક આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચનો છે. આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટનની હરકત જોઈને વિરોધી ટીમના ખેલાડીઓ પણ અવાક રહી ગયા હતાં. વિરોધી ટીમના ખેલાડીઓ પણ બે ઘડી આવી વિચિત્ર હરકત જોઈને ડઘાઈ ગયા હતાં. હજુ તો વાત આટલે થી અટકતી નથી. ટીમ ઈન્ડિયાના કેપ્ટનને અમ્પાયરે આઉટ આપ્યો તેના બાદ તેણે ગુસ્સામાં સ્ટમ્પ પર બેટ મારીને સ્ટમ્પ તોડી પાડ્યું. એટલું ઓછું હોય એમ ટીમ ઈન્ડિયાના કેપ્ટને લાઈવ મેચમાં દુનિયાભરની સામે અમ્પાયરને પણ ખરી ખોટી સંભળાવી દીધી.  


લાઈવ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટને કરેલી વિચિત્ર હરકતનો વીડિયો વાયરલઃ
 



 


ઉલ્લેખનીય છેકે, લાઈવ મેચમાં ભારતીય કેપ્ટને કર્યું આવું કૃત્ય, હવે પ્રતિબંધનો વારો આવ્યો છે! ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં કંઈક એવું કર્યું કે તેના પર પ્રતિબંધનો વારો આવ્યો છે! ભારતીય મહિલા ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી ODI મેચ ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ ટાઈ મેચ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે ચાર વિકેટે 225 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 49.3 ઓવરમાં 225 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે કંઈક એવું કર્યું જે તેને મોંઘુ પડી ગયું.


અમ્પાયરને પણ ખરી ખોટી સંભળાવીઃ
આ મેચમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અમ્પાયરિંગથી ઘણી નારાજ જોવા મળી હતી. તેણે મેચ બાદ પણ અમ્પાયરિંગની ટીકા કરી હતી. અમ્પાયરે હરમનપ્રીતને નાહિદા અખ્તરના બોલ પર કેચ આઉટ જાહેર કરી હતી. જોકે એવું લાગી રહ્યું હતું કે બોલ તેના પેડ સાથે અથડાયો અને સ્લિપ ફિલ્ડર પાસે ગયો. હરમનપ્રીત કૌર અમ્પાયરના નિર્ણયથી એકદમ નારાજ દેખાઈ રહી હતી. અમ્પાયરના આ નિર્ણય બાદ હરમનપ્રીતે સ્ટમ્પ જોરથી બેટ ફટકારીને સ્ટમ્પ તોડી પાડ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં તે એટલી બધી ગુસ્સામાં હતી કે તેણે ગુસ્સે થઈને અમ્પાયરને પણ ખરી ખોટી સંભળાવી દીધી.


હરમનપ્રીત કૌર પર હવે મેચ ફીની કપાતની સાથે પ્રતિબંધનો ખતરો છે. વાસ્તવમાં, ICCની આચાર સંહિતામાં સ્પષ્ટ છે કે ખેલાડીઓ ગુસ્સામાં સાધનોનો દુરુપયોગ ન કરી શકે. ખેલાડીઓને અમ્પાયરના નિર્ણય સામે નારાજગી દર્શાવવા અને મેચ અધિકારીઓ વિરુદ્ધ જાહેર નિવેદનો કરવા પર પણ પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે હરમનપ્રીતની આ હરકતો અને નિવેદનો પર મેચ રેફરી ICCને શું રિપોર્ટ આપે છે.


'અમને અમ્પાયરિંગના વધુ સારા સ્તરની અપેક્ષા'
હરમનપ્રીતે મેચ બાદ કહ્યું, 'આ સિરીઝમાંથી અમને ઘણું શીખવા મળ્યું. ક્રિકેટ સિવાય પણ જે પ્રકારનું અમ્પાયરિંગ થાય છે તેનાથી હું આશ્ચર્યચકિત છું. મને લાગે છે કે બાંગ્લાદેશના આગામી પ્રવાસ પર આપણે આવી બાબતો (નબળી અમ્પાયરિંગ) માટે તૈયાર રહેવું પડશે. ભારતીય ઉપ-કેપ્ટન સ્મૃતિ મંધાનાની સાથે કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ ત્રીજી મહિલા વનડેમાં બાંગ્લાદેશી અમ્પાયરો મોહમ્મદ કમરૂઝમાન અને તનવીર અહેમદના અમ્પાયરિંગની ટીકા કરી હતી. મંધાનાએ કહ્યું, 'અમને અમ્પાયરિંગના વધુ સારા સ્તરની અપેક્ષા હતી. કેટલાક નિર્ણયોમાં અમ્પાયરિંગના વધુ સારા ધોરણોની જરૂર હતી કારણ કે તે કેટલાક નિર્ણયોમાં સ્પષ્ટપણે દેખાતી હતી.