ICC Player Of The Decade એવોર્ડ માટે 7 ખેલાડી નોમિનેટ, કોહલી અને આર અશ્વિન સામેલ
વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ પ્લેયર ઓફ ધ ડેકેટ (દાયકાના સર્વશ્રેષ્ઠ ખેલાડી) માટે નોમિનેટ કર્યા છે. મંગળવારે આઈસીસીએ સાત ખેલાડીઓની યાદી જાહેર કરી છે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ પ્લેયર ઓફ ધ ડેકેટ (દાયકાના સર્વશ્રેષ્ઠ ખેલાડી) માટે નોમિનેટ કર્યા છે. મંગળવારે આઈસીસીએ સાત ખેલાડીઓની યાદી જાહેર કરી છે.
કોહલી અને અશ્વિન સિવાય ઈંગ્લેન્ડના જો રૂટ, ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, એબી ડિવિલિયર્સ (સાઉથ આફ્રિકા) અને કુમાર સાંગાકારા (શ્રીલંકા)ને પણ આ લિસ્ટમાં નોમિનેટ કરવામાં આવ્યા છે.
પુરૂષોના દાયકાના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડીઓની લિસ્ટમાં કોહલી, રૂટ, વિલિયમસન, સ્મિથ, જેમ્સ એન્ડરસન, રંગના હેરાથ અને યાસિર શાહનું નામ સામેલ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube