નવી દિલ્હીઃ ભારતના પૂર્વ કેપ્ટન અને સ્પિનની દુનિયાના જાદૂગર કહેવાતા બિશન સિંહ બેદીનું આજે અચાનક નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. રિપોર્ટ્સ પ્રમાણે બેદી લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધનથી ખેલ જગતમાં શોકનો માહોલ છપાયો છે. તેઓ લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહ્યાં અને દુનિયાના દિગ્ગજ સ્પિનરોમાં તેમની ગણના થાય છે. આજે અચાનક તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે. તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ ક્રિકેટરો સહિત અન્ય લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાન સ્પિનરે 1967 અને 1979 વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ રમી અને 266 વિકેટ લીધી હતી. તેમણે 10 એક દિવસીય મેચમાં 7 વિકેટ લીધી હતી. બિશન સિંહ બેદી, ઇરાપલ્લી પ્રસન્ના, બીએસ ચંદ્રશેકર અને એક વેંકટરાઘવન એક સમયે ભારતીય સ્પિનની મહાન ત્રિપુટી હતા. તેમણે ભારતની પ્રથમ વનડે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અમૃતસરમાં જન્મેલા બેદીએ ઘરેલૂ ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં 370 મેચમાં 1560 વિકેટ લીધી હતી. 


બિશન સિંહ બેદીએ 31 ડિસેમ્બર 1966માં કોલકત્તાના ઐતિહાસિક સ્ટેડિયમ ઈડન ગાર્ડંસમાં ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી, જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બર 1979માં ધ ઓવલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ છેલ્લી ટેસ્ટ રમી હતી. બીજી તરફ પ્રથમ વનડે મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 13 જુલાઈ 1974માં લોર્ડ્સમાં રમી હતી, જ્યારે છેલ્લી વનડે 16 જૂન 1979ના શ્રીલંકા વિરુદ્ધ માન્ચેસ્ટરમાં રમી હતી. 


ઉલ્લેખનીય છે કે બિશન સિંહ બેદીના પુત્ર અંગદ બેદી એક્ટર છે. તે બોલીવુડની ઘણી ફિ્લ્મો અને વેબસિરીઝમાં કામ કરી ચુક્યા છે, જ્યારે તેની પત્ની નેહા ધુપિયા ભારતની મોટી સ્ટાર્સમાં સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube