નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે અન્ડર-19 ટીમ વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ભારતની પાકિસ્તાન પર જીત બાદ ભારતીય ખેલાડીઓની ભરપૂર પ્રશંસા કરી છે. રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા અખ્યરે પ્રિયમ ગર્ગના નેતૃત્વ વાળી ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન બાદ કહ્યું કે, ભારતીય ક્રિકેટ સુરક્ષિત હાથમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શોએબે આ હાઈ પ્રેશર મેચમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ માટે પણ મહત્વની વાત કહી છે. મંગળવારે ભારતે આફ્રિકામાં રમાઇ રહેલા અન્ડર-19 વિશ્વકપની પ્રથમ સેમિફાઇનલમાં પાકિસ્તાનને 10 વિકેટે પરાજય આપ્યો હતો. 


સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી અને રવિ બિશ્નોઈની શાનદાર બોલિંગના દમ પર ભારતે પહેલા પાકિસ્તાનને 172 રન પર ઓલઆઉટ કરી દીધું અને ત્યારબાદ યશસ્વી જયસ્વાલ અને દિવ્યાંશ સક્સેનાએ સેનવેસ પાર્કમાં 14.4 ઓવર બાકી રહેતા લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


અખ્તરે ખાસ કરીને પાકિસ્તાનની ફીલ્ડિંગથી ખુબ નારાજ જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે, આવું રમીને ટીમ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવા માટે ડિઝર્વ કરતી નથી. 


INDvsNZ: રોસ ટેલરની અણનમ સદી, પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડનો 4 વિકેટે વિજય


પોતાની યૂટ્યૂબ ચેનલ પર અખ્તરે કહ્યું, 'પાકિસ્તાન અન્ડર-19 ટીમને સેમિફાઇનલમાં પહોંચવા પર શુભેચ્છા. આ એક સારો પ્રયાસ હતો પરંતુ ફાઇનલમાં પહોંચવા માટે પૂરતો નહતો. પાકિસ્તાને ખરાબ ફીલ્ડિંગ કરી. અન્ડર-19 ખેલાડીઓ હોવા છતાં તમે ફીલ્ડિંગ દરમિયાન છલાંગ ન લગાવી શકો' તે ફાઇનલમાં પહોંચવાના હકદાન ન હતા બીજીતરફ ભારતીય ટીમને સેમિફાઇનલમાં જીત માટે ખુબ-ખુબ શુભેચ્છા.


તેમણે કહ્યું, 'ભારતીય ટીમે આસાન જીત હાસિલ કરી. ભારતીય ટીમ તમામ પ્રશંસાની હકદાર છે. તેણે જણાવ્યું કે તે ટીમમાં એવા કેટલાક ખેલાડી છે જે ભવિષ્યમાં સીનિયર સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે. હું તે જોઈને ખુશ છું કે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે.'


પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલની પણ પ્રશંસા કરી હતી. જયસ્વાલે સેમિફાઇનલમાં સદી ફટકારી હતી. તેને ભવિષ્યનો સિતારો કહેવામાં આવી રહ્યો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર