નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ પૂરી થયા બાદ ભારતીય ફેન્સની નજર ટી20 વિશ્વકપ પર રહેવાની છે. 19 સપ્ટેમ્બરથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) નો બીજો ફેઝ રવામાનો છે, જ્યારે ત્યારબાદ 17 ઓક્ટોબરથી આઈસીસી ટી20 વિશ્વકપનું આયોજન થવાનું છે. 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે યુનાઇટેડ અરબ અમીરાત (યૂએઈ) અને ઓમાનમાં આ ટૂર્નામેન્ટ રમાશે, જ્યારે કેટલાક દેશોએ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. અહેવાલ પ્રમાણે ટીમ ઈન્ડિયા 7 સપ્ટેમ્બરે ટી20 વિશ્વકપ માટે પોતાની ટીમ જાહેર કરી શકે છે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમને ટાઇટલની દાવેદાર માનવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આવનાર ટી20 વિશ્વકપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત 7 સપ્ટેમ્બરે કરી શકે છે. આ ટીમમાં ત્રણ ખેલાડીઓને રિઝર્વ તરીકે રાખવામાં આવશે. સૂત્રો પ્રમામે ત્રણ ખેલાડી વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન, ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો અને એક સ્પિનર હોઈ શકે છે. ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. ભારતીય ટીમ 16 સપ્ટેમ્બર સુધી ઈંગ્લેન્ડમાં રહેશે, ત્યારબાદ ટીમ આઈપીએલ રમવા માટે યૂએઈ માટે ઉડાન ભરશે, જે 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આઈપીએલ પૂરી થવાના બે દિવસ બાદ 17 ઓક્ટોબરથી ટી20 વિશ્વકપની શરૂઆત થશે. 


આ પણ વાંચોઃ IND vs ENG: ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ પ્લેઇંગ XI સાથે ઉતરી શકે છે ભારત, આ બે ખેલાડીઓ થશે બહાર


ટી20 વિશ્વકપની વાત કરીએ તો ટીમોને બે ગ્રુપમાં વેચવામાં આવી છે. ભારતીય ટીમ ગ્રુપ-બીમાં છે. આ ગ્રુપમાં ભારત સિવાય પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન જેવી ટીમો છે. તો ગ્રુપ-એને 'ગ્રુપ ઓફ ડેથ'ની સંજ્ઞા આપવામાં આવી રહી છે. કારણ કે આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા જેવી ટી20ની વિસ્ફોટક ટીમો છે. સુપર 12 મેચ 23 ઓક્ટોબરથી રમાશે. વિશ્વકપના સેમિફાઇનલ મુકાબલા 10 અને 11 નવેમ્બરે રમાશે જ્યારે ફાઇનલ 15 નવેમ્બરે દુબઈમાં રમાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube