નવી દિલ્હીઃ ભારતીય ટીમે વનડે રેન્કિંગમાં નંબર-1નો તાજ ગુમાવી દીધો છે. હવે તે બીજા સ્થાને પહોંચી ગયું છે. છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે પરાજય બાદ ભારતે એક પોઈન્ટ ગુમાવી દીધો છે જ્યારે ઈંગ્લેન્ડે એક પોઈન્ટ મેળવ્યો છે. તેવામાં ઈંગ્લેન્ડ ફરી નંબર-1 પર પહોંચી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વિશ્વ કપમાં યજમાન ટીમ સામે હાર્યા પહેલા ભારતીય ટીમ 5 મેચ જીતીને અજેય રહી હતી. તેનો ફાયદો તેને આઈસીસી વનડે રેન્કિંગમાં મળ્યો હતો અને તે નંબર વન પર રહેલા ઈંગ્લેન્ડને પછાડીને પ્રથમ સ્થાને પહોંચી ગયું હતું. હવે આઈસીસીએ નવું રેન્કિંગ જાહેર કર્યું છે. આ રેન્કિંગ પ્રમાણે ભારતીય ટીમે એક પોઈન્ટ ગુમાવીને નંબર-1નો તાજ ગુમાવી દીધો છે. તો ઈંગ્લેન્ડ એક પોઈન્ટ મેળવી ટોપ પર પહોંચી ગયું છે. 


મંગળવારે આઈસીસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું કે, ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે પરાજય બાદ વનડે ટીમ રેન્કિંગમાં 123 પોઈન્ટ સાથે હાસિલ કરેલો નંબર-1નો તાજ ગુમાવી દીધો છે. જ્યારે આ યાદીમાં 122 પોઈન્ટ હાસિલ કરી નંબર બે પર રહેલા ઈંગ્લેન્ડે ભારતને હરાવતા એક પોઈન્ટ મળ્યો અને તે 123 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર