નવી દિલ્લી: ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકાની પાસે દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલરો છે. પરંતુ ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ બીજી કોઈ ટીમના ખેલાડીના નામે છે. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ બાંગ્લાદેશના શાકિબ અલ હસનના નામે છે. તેણે 31 મેચમાં 41 વિકેટ ઝડપી છે. આ યાદીમાં બીજા નંબરે પાકિસ્તાનનો દિગ્ગજ ખેલાડી શાહિદ આફ્રિદી છે. જેણે 34 મેચમાં 39 વિકેટ ઝડપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ક્યાં છે ભારતીય બોલર:
ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલરોની યાદીમાં રવિચંદ્રન અશ્વિન એકમાત્ર ભારતીય બોલર છે. અશ્વિન 18 મેચમાં 26 વિકેટ સાથે 10મા નંબરે છે.


કોના નામે છે બેસ્ટ બોલિંગ ફિગર:
ટી-20 વર્લ્ડ કપમાં એક ઈનિંગ્સમાં બેસ્ટ બોલિંગનો રેકોર્ડ અજંતા મેન્ડિસના નામે છે. તેણે 2012માં ઝિમ્બાબ્વે સામે 4 ઓવરમાં 8 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.


કોના નામે સૌથી ખરાબ રેકોર્ડ:
ટી-20 વર્લ્ડ કપમાં એક ઈનિંગ્સમાં સૌથી વધારે રન આપવાનો રેકોર્ડ સનથ જયસૂર્યાના નામે છે. તેણે પાકિસ્તાન સામે 2007માં 4 ઓવરમાં 64 રન આપ્યા હતા.