નવી દિલ્હીઃ ભારતે વનડે સિરીઝના અંતિમ મુકાબલામાં ન્યૂઝીલેન્ડ (IND vs NZ)ને 90 રને હરાવી દીધુ છે. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 385 રન ફટકાર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ઈનિંગ 42મી ઓવરમાં 295 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. ભારત માટે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે સદી ફટકારી હતી. આ જીતની સાથે ભારત વનડે રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડનો તાજ છીનવ્યો
ત્રણ મેચની આ સિરીઝની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ રેન્કિંગમાં ટોપ પર હતું. ભારતે પ્રથમ મેચ 12 રનથી પોતાના નામે કરી હતી. બીજી મેચને 8 વિકેટે અને ત્રીજી મેચને 90 રનથી જીતી છે. સિરીઝને ક્લીન સ્વીપ કરવાની સાથે ભારતે ન્યૂઝીલેન્ડને નંબર-1 પરથી હટાવી દીધુ છે. ભારતના 114 રેટિંગ પોઈન્ટ છે. 111 રેટિંગ પોઈન્ટની સાથે ન્યૂઝીલેન્ડ ચોથા નંબર પર પહોંચી ગયું છે. 


રેન્કિંગ દેશ રેટિંગ
1 ભારત 114
2 ઈંગ્લેન્ડ 113
3 ઓસ્ટ્રેલિયા 112
4 ન્યૂઝીલેન્ડ 111
5 પાકિસ્તાન 106
6 સાઉથ આફ્રિકા 100
7 બાંગ્લાદેશ 95
8 શ્રીલંકા 88
9 અફઘાનિસ્તાન 71
10 વેસ્ટ ઈન્ડિઝ 71

આ પણ વાંચોઃ માત્ર KL Rahul જ નહીં આ ક્રિકેટરો પણ કરી ચૂક્યા છે બોલીવુડ હસીનાઓ સાથે લગ્ન


ટી20માં પણ ભારત ટોપ પર
વનડેની જેમ ટી20ના ટીમ રેન્કિંગમાં પણ ભારત ટોપ પર છે. તો ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા બાદ બીજા સ્થાને છે. આગામી મહિને બોર્ડર ગાવસ્કર સિરીઝ છે. તેમાં ભારતની પાસે ટેસ્ટમાં પણ દુનિયાની નંબર એક ટીમ બનવાની તક હશે. 


ભારતે ન્યૂઝીલેન્ડને આ મેચમાં હરાવવાની સાથે વનડેમાં સતત સાતમી જીત મેળવી છે. ટીમે આ સિરીઝ પહેલા શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝને ક્લીન સ્વીપ કરી હતી. આ પહેલા બાંગ્લાદેશના પ્રવાસ પર અંતિમ વનડેમાં પણ ભારતીય ટીમને જીત મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube