Ravi Shastri ને અમદાવાદમાં લાગી Corona Vaccine, ટ્વિટર પર તસવીર શેર કરી લખ્યો ખાસ મેસેજ
58 વર્ષીય શાસ્ત્રીએ લખ્યુ, COVID-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. આ મહામારી વિરુદ્ધ ભારતને સશક્ત બનાવવા માટે મેડિકલ પ્રોફેશનલ અને વૈજ્ઞાનિકોનો આભાર.
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ સોમવારે કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીરને શેર કરી આ જાણકારી આપી છે.
શાસ્ત્રી હાલ અમવાદામાં ટીમ ઈન્ડિયાની સાથે છે, અહીં હોસ્પિટલમાં તેમણે કોરોનાની વેક્સિન લીધી હતી. શાસ્ત્રીએ જણાવ્યું કે, કોરોના વાયરસથી બચાવ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો.
IND vs ENG: ભારત વિરુદ્ધ વનડે સિરીઝમાં નહીં રમે રોહિત, પંત અને બુમરાહઃ રિપોર્ટ
તેમણે લખ્યું કે, COVID-19 રસીકરણ માટે અમદાવાદની અપોલો હોસ્પિટલમાં કાંતાબેન અને તેની ટીમના પ્રોફેશનલ વલણથી પ્રભાવિત છે.
ઈંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટ મેચમાં 10 વિકેટથી હરાવી ભારતીય ટીમે સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. હવે સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 માર્ચથી શરૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube