નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે રોમાચંક મુકાબલામાં અફઘાનિસ્તાનને 11 રનથી હરાવીને ક્રિકેટ વિશ્વ કપ ઈતિહાસમાં પોતાની 50મી જીત મેળવી હતી. ભારતીય ટીમે 1975થી લઈને અત્યાર સુધી ક્રિકેટ વિશ્વકપની તમામ 12 સિઝનમાં ભાગ લીધો છે અને 79 મેચ રમી છે. વિશ્વકપમાં જીત હાસિલ કરવાના મામલામાં ભારતથી આગળ માત્ર પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપમાં કુલ 90 મેચ રમી છે, જેમાંથી તેણે 67 મુકાબલામાં વિજય મેળવ્યો છે. જ્યારે ન્યૂઝીલેન્ડે વિશ્વ કપમાં 83 મેચ રમીને 52 જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે સાઉથમ્પ્ટનના ધ રોજ બાઉલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને નિર્ધારિત 50 ઓવરોમાં 8 વિકેટ પર 224 રન બનાવ્યા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 49.5 ઓવરમાં 213 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 


વિશ્વ કપમાં તમામ ટીમોની જીતની યાદી 
67- ઓસ્ટ્રેલિયા
52- ન્યૂઝીલેન્ડ
50- ભારત
45- ઈંગ્લેન્ડ
42- વેસ્ટ ઈન્ડિઝ
41- પાકિસ્તાન
37- શ્રીલંકા
36- દક્ષિણ આફ્રિકા
13- બાંગ્લાદેશ
11- ઝિમ્બાબ્વે