દિલ્હી વનડેઃ ભારતીય ટીમે કર્યો આરામ, ઓસ્ટ્રેલિયાએ કરી પ્રેક્ટિસ
એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સતત બે મેચ ગુમાવ્યા બાદ નિર્ણાયક મેચ પહેલા ભારતીય ખેલાડી પ્રેક્ટિસ માટે મેદાનમાં પહોંચશે પરંતુ આમ ન થયું.
નવી દિલ્હીઃ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાંચમાં અને અંતિમ વનડે આંતરરાષ્ટ્રીય મેચ પહેલા પ્રેક્ટિસ કરવાની જગ્યાએ આરામ કરવો યોગ્ય સમજ્યો જ્યારે વિરોધી ટીમે મંગળવારે અહીં ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં પરસેવો પાડ્યો હતો. ભારતીય ટીમ સિરીઝના પ્રથમ બે વનડે મેચ જીત્યા બાદ સારી સ્થિતિમાં હતી પરંતુ ઓસ્ટ્રેલિયાએ રાંચી અને મોહાલીમાં રમાયેલી ત્રીજી અને ચોથી વનડે મેચને જીતીને સિરીઝ 2-2થી બરોબર કરી લીધી છે.
એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સતત બે મેચ ગુમાવ્યા બાદ નિર્ણાયક મેચ પહેલા ભારતીય ખેલાડી પ્રેક્ટિસ માટે મેદાનમાં પહોંચશે પરંતુ આમ ન થયું. ટીમના બોલિંગ કોચ ભરત અરૂણે કહ્યું, ટીમ લાંબા સમયથી રમી રહી છે અને ખેલાડીઓના ભારને જોતા અમે આ મહત્વના મેચ પહેલા શારીરિક અને માનસિક રીતે ફ્રેશ રહેવા માટે પ્રેક્ટિસ નહીં કરવાનો નિર્ણય લીધો છે.
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર