નવી દિલ્લીઃ U19 World Cup 2022ની સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને સતત ચોથી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે પાંચ વિકેટે 290 રન બનાવ્યા હતા જે બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ 194 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ભારતની અંડર 19 વર્લ્ડ કપ ટીમના કેપ્ટન યશ ધુલે (Yash Dhull) 110 રન બનાવ્યા અને આ સાથે તેણે વિરાટ કોહલીનો (Virat Kohli) રેકોર્ડ તોડ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો-
ભારતીય કેપ્ટન તરીકે અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી મોટી ઈનિંગ્સ રમવાના મામલે યશ ધૂલ (Yash Dhull) બીજા નંબર પર પહોંચી ગયો છે. આ મામલામાં તેણે 2008ના અંડર-19 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ 100 રન બનાવનાર વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતીય કેપ્ટન તરીકે આ ટુર્નામેન્ટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ ઉન્મુક્ત ચંદના નામે છે, જેમણે 2012 અંડર-19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં અણનમ 111 રન બનાવ્યા હતા.


નૉકઆઉટ મેચમાં ત્રીજી સૌથી વધુ ઈનિંગ્સ-
અંડર-19 વર્લ્ડ કપની નોકઆઉટ મેચોમાં ભારતીય બેટ્સમેન દ્વારા રમાયેલી આ ત્રીજી સૌથી મોટી ઈનિંગ્સ છે. આ મામલામાં ચેતેશ્વર પુજારા (129 રન) અને ઉન્મુક્ત ચંદ (111 રન) તેનાથી આગળ છે. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને અંગક્રિશ રઘુવંશી અને હરનૂર સિંહની ઓપનિંગ જોડી 37 રનના કુલ સ્કોર પર આઉટ થઈને પેવેલિયન પરત ફરી હતી. આ પછી ધુલ અને રાશિદે ઇનિંગની જવાબદારી સંભાળી અને ત્રીજી વિકેટ માટે 204 રનની શાનદાર ભાગીદારી કરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube