સુરૈશ રૈનાએ ઘૂંટણની સર્જરી કરાવી, ડોમેસ્ટિક સિઝન રમવી મુશ્કેલ
ભારતીય ક્રિકેટર સુરેશ રૈના ઘૂંટણમાં છેલ્લા કેટલાક મહિનાથી સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. સર્જરી સંપૂર્ણ રીતે સફળ રહી છે અને તેને સ્વસ્થ થવામાં 4-6 સપ્તાહનો સમય લાગશે.
નવી દિલ્હીઃ આશરે છેલ્લા એક વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમમાથી બહાર ચાલી રહેલા બેટ્સમેન સુરેશ રૈનાએ પોતાના ઘૂંટણની સર્જરી એમ્સટરડૈમમાં કમારી છે. તે છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણની ઈજાથી પરેશાન હતો. બીસીસીઆઈએ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પરથી સુરેશ રૈનાની તસવીર શેર કરીને શુક્રવારે આ વાતની જાણકારી આપી હતી.
બીસીસીઆઈએ ટ્વીટ કર્યું, 'સુરેશ રૈનાએ ઘૂંટણની સર્જરી કરાવી લીધી છે, જ્યાં તે કેટલાક મહિનાથી પોતાના ઘૂંટણમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતો. સર્જરી સફળ રહી અને તેને સ્વસ્થ થવામાં 4થી 6 સપ્તાહનો સમય લાગશે.'
વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર