નવી દિલ્હીઃ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે પાકિસ્તાનના દિગ્ગજ લેગ સ્પિનર અબ્દુલ કાદિરના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. કાદિરનું શુક્રવારે 63 વર્ષની ઉંમરે કાર્ડિએક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેંડુલકર અને કાદિરનો સંબંધ વર્ષો જૂનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 વર્ષના સચિને પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પાકિસ્તાનનો કર્યો હતો.તેણે એક પ્રદર્શની મેચમાં કાદિરની બોલિંગ પર ઘણા આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા. તેણે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, 'અબ્દુલ કાદિરની વિરુદ્ધ રમવું યાદ છે, તેઓ પોતાના સમયના સર્વશ્રેષ્ઠ સ્પિનરોમાં સામેલ ગતા. તેમના પરિવાર માટે મારી સંવેદનાઓ. RIP'


તેંડુલકરે વર્ષ 1989મા પોતાના ટેસ્ટ કરિયરનો પ્રારંભ કર્યો હતો. પેશાવરમાં રમાયેલી એક પ્રદર્શની મેચમાં કાદિરની એક ઓવરમાં સચિને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 157 રન બનાવ્યા હતા. જ્યારે ભારતને પાંચ ઓવરમાં જીત માટે 69 રનની જરૂર હતી ત્યારે સચિને આક્રમક બેટિંગ શરૂ કરી દીધી હતી. તેણે મુશ્તાક અહમદની ઓવરમાં છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ કાદિરે કહ્યું, 'કાદિર જ્યારે બોલિંગમાં આવ્યો તો તેણે સચિનને કહ્યું, 'બાળકને કેમ મારી રહ્યો છે?' મને છગ્ગો ફટકારીને દેખાડ?' કાદિરે કહ્યું હતું, મેં સચિનને જ્યારે પ્રથમવાર જોયો ત્યારે લાગ્યું હતું કે વિશિષ્ટ પ્રતિભા છે. 



કાદિરે એક ટીવી શોમાં જણાવ્યું હતું કે, મેં ઓવર પૂરી થયા બાદ સચિનની પાસે જઈને કહ્યું હતું કે, આ કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નથી તું મને આગામી ઓવરમાં છગ્ગો ફટકારવાનો પ્રયત્ન કર. તેથી તારુ પણ નામ થઈ જશે. 


સચિન સિવાય રવિચંદ્રન અશ્વિને પણ ટ્વીટર પર કાદિરના મોત પર અફસોસ વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું, 'પાકિસ્તાનના મહાન સ્પિનર અબ્દુલ કાદિરના નિધનથી દુખી છું. તેમના પરિવાર અને મિત્રોની સાથે મારી સંવેદનાઓ.'



હરભજન સિંહે પણ પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. ભારતીય ઓફ સ્પિનરે લખ્યું, 'અબ્દુલ કાદિરના નિધનના સમાચાર સાંભળીને સ્તબ્ધ છું. બે વર્ષ પહેલા તેમને મળ્યો હતો. તેઓ ઉર્જાથી ભરપૂર હતા. એક ચેમ્પિયન બોલર, શાનદાર વ્યક્તિ હતા. તમને હંમેશા યાદ કરીશું. તેમના પરિવાર માટે મારી સંવેદનાઓ.'



વીવીએસ લક્ષ્મણે ટ્વીટર પર લખ્યું, 'અબ્દુલ કાદિરના નિધનથી ખુબ દુખ છે. હું તેમની બોલિંગ સ્ટાઇલનો દિવાનો હતો. તેઓ સર્વશ્રેષ્ઠ ગેલ સ્પિનરોમાં સામેલ હતા. તેમના પરિવાર, મિત્રો અને સ્નેહીજનો પ્રત્યે મારી સંવેદનાઓ.'