નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટની સિઝન 15 મેના રોજ આઈપીએલના ફાઇનલની સાથે સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પાછળની સિઝન વિશે મંગળવારે જાણકારી આપતા કહ્યું કે, આ વખતે 2024 મેચ રમાઇ. 37 ટીમો તરફથી 6471 ખેલાડીઓએ ભાગ લીધો. મેચોની સંખ્યા પાછળની સિઝનની સરખામણીએ 50.92 ટકા રહી. 2017/18માં 28 ટીમોએ 1032 મેચ રમી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિઝનમાં 3,444 મેચ ડે રહ્યાં બીસીસીઆઈએ કહ્યું કે, આ વખતે ડોમેસ્ટિક સિઝન 2017/18ના મુકાબલે ખુબ મોટી રહી. આ સિઝનનું સમાપત રાંચીમાં મહિલા અન્ડર 23 ચેલેન્જર ટ્રોફીના ફાઇનલની સાથે થયું. સિઝનમાં 3444 મેચ ડે રહ્યાં. પાછળની સિઝનમાં 1892.5 મેચ ડે રહ્યાં હતા. 


મેચના દિવસોમાં 81%નો વધારો
બોર્ડ અનુસાર પ્રભાવી કાર્યક્રમથી ટૂર્નામેન્ટનો સમયગાળો યોગ્ય રહ્યો. તેનાથી સંચાલન સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો થયો. મેચ ડેમાં 81 ટકાનો વધારો થયો. આ દરમિયાન સિઝનની વિન્ડોમાં માત્ર 21 ટકાનો વધારો થયો છે. 


170 વીડિયો એનાલિસ્ટ અને સ્કોરર પણ સામેલ
સિઝન માટે 13,015 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન માટે અરજી કરી. દેશના 100થી વધુ શહેરોમાં સીનિયર અને અન્ય ઉંમરના વર્ગના મેચ રમાયા. બોર્ડે આ દરમિયાન 170 વીડિયો એનાલિસ્ટ અને એટલા સ્કોરરની સેવાઓ પણ લીધી. તેનાથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર તમામ મેચોનું લાઇવ સ્કોરિંગ થઈ શક્યું. 



ટૂર્નામેન્ટ મેચ
વિજય હજારે ટ્રોફી 160
રણજી ટ્રોફી 153
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 140
સીકે નાયડૂ લીગ 144
અન્ડર-23 મેન્સ વનડે 151
વીનૂ માંકડ ટ્રોફી 143
કૂચ બિહાર ટ્રોફી 143
મહિલા વનડે લીગ 151
મહિિલા ટી20 લીગ 133
મહિલા અન્ડર-23 ટી20 લીગ 133
મહિલા અન્ડર-23 વનડે લીગ 151