ઝી મીડિયા/બ્યૂરો :ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના જીતની શરૂઆત થઈ ચૂકી છે. ઓલિમ્પિક રમત એકમાત્ર એવુ આયોજન છે, જે 125 વર્ષથી સમગ્ર દુનિયાભરમાંથી એથ્લીટ્સ એકસાથે ભાગ લે છે. જાપાનના નેશનલ સ્ટેડિયમમાં ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) નું ઉદઘાટન થયું. આ દરમિયાન 6 વાર વર્લ્ડ ચેમપિયન રહેલા મેરી કોમ અન હોકી કેપ્ટન મનપ્રીત સિંહે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે. આ જોઈને ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ. ભારતીય ટીમ પરેડમાં સામેલ થઈ હતી. તમામની નજર પ્લેયર્સના વસ્ત્રો (Olympic dress) પર ટકી હતી. આ તમામ ડ્રેસને ફેશન ડિઝાઈનર ઈદિત્રી ગોયલે ઓલિમ્પિક માટે ખાસ ડિઝાઈન કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રેસની ડિઝાઈનમાં ભારતીય સંસ્કૃતિનું ધ્યાન રાખ્યું
ઈદિત્રી ગોયલ (iditri goel) મિરાન્ડા હાઉસથી ડિગ્રી હોલ્ડર છે. તેના બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પેરિસ જતા રહ્યા હતા. અહી તેમણે મારાંગોની ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે મળીને ભારતીય ટીમ માટે કપડા તૈયાર કર્યા છે. આ દરમિયાન તેમણે ભારતની વિવિધ સંસ્કૃતિ અને સૌંદર્ય શાસ્ત્રને દ્યાનમાં રાખ્યું છે. 


ઈદિત્રીના જણાવ્યા અનુસાર, જ્યારે તેમને માલૂમ પડ્યું કે, ભારતીય ઓલિમ્પિક સંઘ ડિઝાઈનરની શોધ ચલાવી રહ્યુ હતું ત્યારે તેમણે અરજી કરવાનુ અને ડિઝાઈન મોકલવાની શરૂઆત કરી હતી. એસોસિયેશને ટીમ માટે ડ્રેસ ડિઝાઈન કરવા માટે ગાઈડલાઈન નક્કી કરી હતી, તે મુજબ જ કપડા ડિઝાઈન કરવાનુ કહેવાયુ હતું.  


લાંબી પ્રોસેસ બાદ નક્કી થઈ ડિઝાઈન
ઈદિત્રીએ જણાવ્યું કે, કપડાની ડિઝાઈન ફાઈનલ થતા પહેલા લાંબી પ્રોસેસ હતી. પહેલા મેં ભારતીય ઓલિમ્પિક સંઘને ડિઝાઈન મોકલી હતી. વિચારવિમર્શ થયા બાદ અમે અંતિમ ડિઝાઈન ફાઈલ કરી હતી. 


તેમણે કહ્યું કે, કપડાની ડિઝાઈન આધુનિક છે. તો કેરી કરવામા બહુ જ હળવા છે. આ કપડાની ડિઝાઈનમાં ‘જાઓ અને પ્રાપ્ત કરો...’ ની થીમ ને પ્રદર્શિત કરે છે. કપડા અને કીટ પર તિરંગા ભારતીય ઓલિમ્પિક ટીમની ઉર્જા અને ગૌરવની ભાવનાને વ્યક્ત કરવા માટે સામેલ કરવામાં આવ્યા હતા.