પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહે કરી સંન્યાસની ઘોષણા, ટ્વિટર પર ભાવુક પોસ્ટ સાથે કરી જાહેરાત
આરપી સિંહના આંતરરાષ્ટ્રિય ક્રિકેટ કરિયર લગભગ છ વર્ષ રહ્યું. તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 82 મેચ રમ્યો અને 100થી વધુ વિકેટ લીધી છે.
મુંબઇ: વર્ષ 2007માં ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર આરપી સિંહએ મંગળવારે ક્રેકટમાંથી સંન્યાસની ઘોષણા કરી હતી. ડાબા હાથના 32 વર્ષીય ફાસ્ટ બોલર સિંહએ ટ્વિટર પર પોસ્ટ કરી જાહેરાત કરી હતી. તેણે ટ્વિટ કરી જણાવ્યું હતું કે 13 વર્ષ પહેલા 4 સ્પ્ટેમ્બર, 2005એ પ્રથમ વખત તેણે ભારતીય ટીમની ટી-શર્ટ પહેરી હતી.
આરપી સિંહના આંતરરાષ્ટ્રિય ક્રિકેટ કરિયર લગભગ છ વર્ષ રહ્યું. તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 82 મેચ રમ્યો અને 100થી વધુ વિકેટ લીધી છે.
સિંહએ ટ્વિટર પર એક ભાવુક વિદાય પત્ર પોસ્ટ કરી તેણા સંન્યાસ લીધાનું એલાન કર્યું હતું, જેમાં તેણે ખુબજ ભાવુક રીતે લખ્યું હતું કે, ‘13 વર્ષ પહેલા 4 સ્પ્ટેમ્બર, 2005એ પ્રથમ વખત તેણે ભારતીય ટીમની ટી-શર્ટ પહેરી હતી.’ આ સાથે તેણે તેના સંદેશમાં પોતાની ફેમેલી, બીસીસીઆઇ અને રાજ્ય ક્રિકેટ સંઘનો પણ આભાર માન્યો હતો. આરપીએ તેના પત્રમાં લખ્યું હતું કે, ‘મારી આત્મા અને દિલ આજે પણ તે યુવા છોકરા સાથે છે, જેણે પાકિસ્તાનના ફૈસલાબાદમાં કરિયરની શરૂઆત કરી હતી. જે લેધર બોલને પોતાના હાથમાં રાખી માત્ર રમવા માંગતો હતો. જોકે શરીર અહેસાસ કરાવી રહ્યું છે કે હવે ઉંમર થઇ ગઇ છે અને યુવા ખેલાજીઓ માટે જગ્યા ખાલી કરવાનો સમય આવી ગયો છે.’
એક નજર આરપી સિંહના ક્રિકેટ કરિયર પર
ટેસ્ટ ક્રિકેટમાં તે 14 મેચ રમ્યો, જેમાં તેણે 40 વિકેટ લીધી અને શાનદાર પ્રદર્શન રહ્યું 59 રન આપી 5 વિકેટ લીધી (એક ઇનિંગમાં), જોકે વન્ડે ક્રિકેટમાં તે 58 મેચ રમ્યો, જેમાં તેણે 69 વિકેટ લીધી અને વન્ડે ફોર્મેટમાં તેનું બેસ્ટ પ્રદર્શન 35 રન આપી 4 વિકેટ લીધી હતી. આ શીવાય આંતરરાષ્ટ્રીટ ટી-20માં તે 10 મેચ રમ્યો જેમાં તેણે 15 વિકેટ લીધી અને આ ફોર્મેટમાં તેનું બેસ્ટ પ્રદર્શન 13 રન આપી 4 વિકેટ લીધી હતી.