શતરંજઃ ભારતીય ગ્રાન્ડમાસ્ટર કોનેરૂ હમ્પી મહિલા વર્લ્ડ રેપિડ ચેમ્પિયન બની
32 વર્ષની કોનેરૂ હમ્પીએ ટાઇટલ જીત્યા બાદ કહ્યું કે, જ્યારે તેણે ત્રીજા દિવસે પોતાની પ્રથમ ગેમ શરૂ કરી તો વિચાર્યું નહતું કે ટોપ પર રહેશે. તે ટોપ-3મા રહેવાની આશા કરી રહી હતી.
નવી દિલ્હીઃ ભારતની કોનેરૂ હમ્પીએ (humpy koneru) રૂસના મોસ્કોમાં ચાલી રહેલી મહિલા વર્લ્ડ રેપિડ શતરંજ ચેમ્પિયનશિપમાં (women world rapid chess champion) ચીનની લેઈ ટિન્ગજીને ટાઈબ્રેકરની સિરીઝ (આર્મેગેડોન મુકાબલા)માં હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું છે. હમ્પી વિશ્વ મહિલા રેપિડ ચેમ્પિયન બની તો નોર્વેના મેગ્નસ કાર્લસને શનિવારે થોડી મિનિટોમાં પુરૂષોનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
હમ્પીએ ફિડને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'જ્યારે મેં ત્રીજા દિવસે પોતાની ગેમ શરૂ કરી તો વિચાર્યું ન હતું કે ટોચ પર પહોંચીશ. હું ટોપ-3માં રહેવાની આશા કરી રહી હતી. મેં ટાઈ-બ્રેક ગેમ રમવાની આશા ન કરી હતી.'
તેણે કહ્યું, 'મેં પહેલી ગેમ ગુમાવી દીધી પરંતુ બીજી ગેમમાં વાપસી કરી હતી. આ ગેમ ખુબ મુશ્કેલ ભરી રહી પરંતુ મેં તેમાં જીત હાસિલ કરી હતી. અંતિમ ગેમમાં હું સારી સ્થિતિમાં હતી અને પછી મેં આસાન જીત મેળવી હતી.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube