મુંબઈઃ ભારતીય હોકી ટીમ હવે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની યજમાનીવાળો શો કોન બનેગા કરોડપતિમાં જોવા મળશે. અમિતાભે આ ખેલાડીઓને દેશના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવ્યા છે. આ શો માટે ટીમે શૂટિંગ કરી લીધું છે. ભારતીય ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા અમિતાભે સોમવારે ઇંસ્ટાગ્રામ પર કોન બનેલા કરોડપતિના સેટ પરથી ભારતીય ખેલાડીઓની સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટોની સાથે પોસ્ટમાં અમિતાભે લખ્યું, 'કેબીસીના કર્મવીર એપિસોડમાં ભારતીય હોકી ટીમનું સન્માન'. તેમની પ્રતિબદ્ધતા અને પ્રયાસ દેશ માટે તુલનાથી ઉપર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેલાડી દેશના બ્રાન્ડ એમ્બેસેડર
અમિતાભે કહ્યું, જ્યારે આપણે દેશના ખેલાડીઓનું સન્માન કરીએ છીએ તો, આપણે દેશને સન્માનિત કરીએ છીએ. દેશનું ગૌરવ આ છે. તિરંગાની શાન અને માન છે. પોતાના બ્લોગર પર પણ બીગ બિએ લખ્યું, રમત આ દેશની ઓળખાણ છે. જ્યારે આપણે તેમાં સિદ્ધિ મેળવીએ છીએ, તો વિશ્વ જુએ છે. ખેલાડી દેશના બ્રાન્ડ એમ્બેસેડર છે. 


ટીમ માટે સમર્થનનો આગ્રહ
આ સાથે અમિતાભે આ વર્ષે ઓડિશામાં યોજાનારા વિશ્વ કપ માટે ભારતીય પુરૂષ ટીમ માટે સમર્થનનો આગ્રહ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમિતાભ પોતાની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાની રિલીઝની રાહ જોઈ રહ્યાં છે. તેમાં આમિર ખાન, કેટરીના કેફ અને ફાતિમા સના શેખ મહત્વની ભૂમિકામાં છે.