ક્રિકેટઃ ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના ખેલાડીનું મેદાન પર નિધન
ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના એક ખેલાડી હરીશ ગંગાધરનનું શનિવારે ક્રિકેટના મેદાન પર મોત થયું હતું, જ્યારે તે પોતાની ક્લબ માટે ક્રિકેટ રમી રહ્યો હતો.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને વનડે સિરીઝમાં 4-1થી હરાવીને દરેક ભારતીયોનું દિલ ખુશ કરી દીધું હતું તો ન્યૂઝીલેન્ડમાંથી એક દુખદ ઘટના સામે આવી રહી છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના એક ખેલાડી હરીશ ગંગાધરનનું ગત શનિવારે ક્રિકેટના મેદા પર મોત થયું જ્યારે તે પોતાની ક્લબ માટે ક્રિકેટ રમી રહ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ગંગાધરને મેચમાં માત્ર બે ઓવર બોલિંગ કરી ત્યારબાદ તેને શ્વાસ લેવામાં સમસ્યા થઈ હતી. તેનાથી તેને રાહત ન મળી અને તે મેદાન પર પડી ગયો હતો. તેને તાત્કાલિક મેડિકલ સુવિધા આપવામાં આવી પરંતુ તેનો કોઈ ફાયદો ન થયો. ભારતના 33 વર્ષનો હરીશ ગંગાધરને શનિવારે ગ્રીન આઇસલેન્ડના ડુનેડિનના સનીવેલ સ્પોર્ટ્સ સેન્ટરમાં આશરે સાંજે 4 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
ગ્રીન આઇસલેન્ડ ક્રિકેટ ક્લબના પ્રમુથ જોન મોએલે આ ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું, આ સમાચારની ખાતરી કરતા સમયે મને બહુ દુખ છે કે અમારી ક્લબના સભ્યનું અચાનક નિધન થયું છે. હરીશ ગંગાધરનને અચાનક શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ અને સાથીઓના પ્રયત્ન બાદ પણ તેને ન બચાવી શકાયો.
આ ઘટના બાદ ટીમ પણ દુખમાં છે. ગંગાધરન ટીમ માટે બેટિંગ અને બોલિંગની શરૂઆત કરતો હતો. આ ક્લબની સ્થાપના 1930માં થઈ હતી. ગંગાધરન કોચ્ચીનો હતો અને પાંચ વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડ જઈને વસી ગયો હતો.
સાથી ખેલાડીઓએ હરીશ વિશે કહ્યું કે, તે શાનદાર ઓલરાઉન્ડર હતો. સાથી ખેલાડી સાઇરસ બારનાબસે ભાવુક થઈને કહ્યું કે, ગંગાધરને મેચ પહેલા ત્રણ વાત પર ચર્ચા કરી હતી. ગંગાધરને કહ્યું કે, 50 ઓવર રમીને ઓછામાં ઓછો 250નો સ્કોર બનાવશું અને કોઈ એક ખેલાડી સદી ફટકારશે.
એલ્બિયનના ખેલાડીએ બેટિંગ કરતા તેની ટીમે આ ત્રણેય લક્ષ્ય હાસિલ કર્યા હતા. બારનાબસે સદી ફટકારી અને હરીશે અંત સુધી તેનો સાથ આપ્યો હતો. હરીશ 30 રન બનાવી અણનમ રહ્યો હતો. પરંતુ અફસોસ કે હરીશ હવે આ દુનિયામાં નથી.