ભારતીય બોલર અશોક ડિંડાએ ક્રિકેટને કહ્યુ અલવિદા, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઝડપી છે 420 વિકેટ
ભારત તરફથી 13 વનડે અને 9 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી ચુકેલા બંગાળના ફાસ્ટ બોલર અશોક ડિંડાએ આજે સંન્યાસની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકેલા ફાસ્ટ બોલર અશોક ડિંડા (Ashok dinda) એ નિવૃતિની જાહેરાત કરી છે. મંગળવારે ડિંડાએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય લીધો છે. કોલકત્તામાં મીડિયાને આ વાતની જાણકારી આપતા તેણે બધાનો આભાર માન્યો છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 420 વિકેટ ઝડપનાર આ બોલર હાલમાં સમાપ્ત થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali) માં રહ્યો હતો. ડિંડાએ ભારત તરફથી કુલ 13 વનડે અને 9 ટી20 મેચ રમી છે. વર્ષ 2010મા ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડે પર્દાપણ કરનાર આ બોલરે પોતાની છેલ્લી મેચ 2013માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. વર્ષ 2009મા નાગપુર ટી20થી અશોક ડિંડાએ પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી. પાકિસ્તાન વિરુદ્ધ અમદાવાદમાં 2012માં આ ભારતીય ફાસ્ટ બોલરે અંતિમ ટી20 મુકાબલો રમ્યો હતો.
આ પણ વાંચોઃ WTC: ઓસ્ટ્રેલિયાનો આફ્રિકા પ્રવાસ રદ્દ, ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં
ડિંડાએ બંગાળની રણજી ટીમ તરફથી ઘરેલૂ ક્રિકેટ મુકાબલોમાં પર્દાપણ કર્યુ હતું. એક દાયકા સુધી બંગાળની ટીમ તરફથી રમ્યા બાદ તેણે ગોવાની ટીમ તરફથી રમવાનો નિર્ણય લીધો હતો. આ સીઝનમાં સૈયદ મુશ્તાક અલીમાં ડિંડાએ ત્રણ મેચ રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube