નવી દિલ્હીઃ Deepak Chahar Wife Fraud Case: ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલા ફાસ્ટ બોલરની પત્ની સાથે છેતરપિંડી થઈ છે. આ મામલો હવે સામે આવ્યો છે અને ક્રિકેટ એસોસિએશનના એક પૂર્વ અધિકારીને આરોપી બનાવવામાં આવ્યા છે. ખેલાડીના પિતાએ હવે એફઆઈઆર પણ દાખલ કરાવી છે. જે ખેલાડીનો ઉલ્લેખ થઈ રહ્યો છે. તે ભારતીય ફાસ્ટ બોલર દીપક ચાહર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીપક ચાહરની પત્ની સાથે ફ્રોડ
ભારતીય સ્ટાર પેસર દીપક ચાહરની પત્ની જયાની સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જયાની સાથે આ છેતરપિંડી હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના એક પૂર્વ અધિકારીએ કરી છે. 30 વર્ષીય દીપક ચાહરના પિતાએ તે અધિકારી વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. 


આ પણ વાંચોઃ લો બોલો, ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતવા ઓસ્ટ્રેલિયા લઈ રહ્યું છે આ ગુજ્જુ છોકરાની મદદ!


શું છે મામલો?
રિપોર્ટ પ્રમાણે આ મામલો એચસીએના પૂર્વ અધિકારી દ્વારા જયા ભારદ્વાજ પાસેથી 10 લાખ રૂપિયા લેવા સાથે જોડાયેલો છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં અધિકારી રહેલા ધ્રુવ પારિખ અને કમલેશ પારિખે જયાની સાથે એક ડીલ કરી હતી. આ ડીલ અનુસાર 7 ઓક્ટોબર 2022ના જયા પાસેથી 10 લાખ રૂપિયા લેવામાં આવ્યા પરંતુ હજુ સુધી પરત આપવામાં આવ્યા નહીં. એટલું જ નહીં પૈસા માંગવા પર ગાળો આપવામાં આવી, પરંતુ જયાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. 


દીપકના પિતાએ નોંધાવી  FIR
હવે દીપકના પિતા લોકેન્દ્ર ચાહરે આગરાના હરિપર્વત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. એફઆઈઆરમાં હૈદરાબાદના પારિખ સ્પોર્ટ્સનું નામ લખાવવામાં આવ્યું છે. આ ફર્મના માલિક ધ્રુવ પારિખ અને કમલેશ પારિખનું નામ લખાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે દીપક ચાહરનો પરિવાર આગરાના શાહગંજમાં માનસરોવર કોલોનીમાં રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube