INDvAUS: મેદાનમાં કાળી પટ્ટી બાંધીને ઉતર્યા ભારતીય ક્રિકેટર, આ છે કારણ
બીસીસીઆઈએ પહેલા જાહેરાત કરી દીધી છે કે, આ વર્ષે આઈપીએલનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે નહીં.
વિશાખાપટ્ટનમઃ ભારતીય ટીમે ગત સપ્તાહે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોની યાદમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં રવિવારે અહીં કાળી પટ્ટી બાંધીને ઉતરી હતી. બીસીસીઆઈએ પહેલા જાહેરાત કરી દીધી છે કે, આ વર્ષે આઈપીએલનો ઉદ્ઘાટન સમારોહ નહીં યોજાઇ અને તે શહીદ સૈનિકોના પરિવારજનોને આશરે 15 કરોડ રૂપિયાની મદદ કરશે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચની પૂર્વ સંધ્યા પર કહ્યું હતું, જે જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારો પ્રત્યે અમારી સંવેદનાઓ છે. ભારતીય ટીમ આ ઘટનાથી દુખી છે. તેમનું કહેવું છે કે અમે દેશ અને બીસીસીઆઈ સાથે છીએ. સરકાર અને બોર્ડ જે પણ નિર્ણય કરશે, તેનું અમે સન્માન કરીશું.
મહત્વનું છે કે, જમ્મૂ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલા બાદ ભારતના પૂર્વ ક્રિકેટરો માગ કરી રહ્યાં છે કે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનું બંધ કરી દેવું જોઈએ. ઘણા ખેલાડી વિરોધી દેશ સાથે રમવાના સમર્થક છે.