નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનના શરૂઆતી 2 સપ્તાહના કાર્યક્રમની મંગળવારે જાહેરાત કરી દેવામાં આવી છે. આઈપીએલના સત્તાવાર ટ્વીટર એકાઉન્ડ પર હાલમાં 5 એપ્રિલ સુધીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ મેચ શનિવાર 23 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે રમાશે. આ મેચની યજમાની ચેન્નઈ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારબાદ 24 માર્ચે બે મેચ રમાશે. તેમાં બપોરે કોલકત્તાની ટીમ હૈદરાબાદ સામે રમશે. તો સાંજે મુંબઈની ટીમ દિલ્હી કેપિટલ્સનો મુકાબલો કરશે. 25 માર્ચે માત્ર એક મેચ રમાશે, જેમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ જયપુરમાં રમશે. 


26 માર્ચે આઈપીએલના 5માં મેચમાં દિલ્હીની ટીમ સામે ચેન્નઈનો પડકાર હશે. 27 માર્ચે કોલકત્તા અને પંજાબની ટીમ કોલકત્તામાં આમને સામને હશે. અત્યાર સુધીના કાર્યક્રમ પ્રમાણે ચેન્નઈ, કોલકત્તા, મુંબઈ, જયપુર, દિલ્હી, બેંગલુરૂ, હૈદરાબાદ મોહાલીની યજમાનીમાં આઈપીએલની મેચ રમાશે. 28 માર્ચે આરસીબી અને મુંબઈ બેંગલુરૂમાં ટકરાશે. જ્યારે 29 માર્ચે હૈદરાબાદમાં સનરાઇઝર્સ અને રાજસ્થાન વચ્ચે જંગ જામશે. 



30 માર્ચે બે મેચ રમાશે. તેમાં પ્રથમ મેચમાં પંજાબ અને મુંબઈ જ્યારે બીજા મેચમાં કોલકત્તા અને દિલ્હી રમશે. 31 માર્ચ રવિવારે પણ બે મેચ રમાશે. પ્રથમ મેચમાં હૈદરાબાદની ટીમ સામે આરસીબી અને બીજી મેચમાં ચેન્નઈ સામે રાજસ્થાન રમશે. એપ્રિલ મહિનાની શરૂઆત કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હીની ટીમના મેચથી થશે. 


તો 2 એપ્રિલે રાજસ્થાન અને બેંગલુરૂ જયપુરમાં રમશે. 3 એપ્રિલે મુંબઈની સામે ચેન્નઈ ટકરાશે. 4 એપ્રિલે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલનો 16મો મેચ રમાશે. આરસીબી અને કોલકત્તા વચ્ચે બેંગલુરૂમાં 5 એપ્રિલે મેચ રમાશે.