• આઈપીએલ 2021 ને લઈને અત્યારથી જ ચર્ચાઓ ગરમ થવા લાગી છે કે, આઈપીએલ 14 પહેલા જ પ્લેયર્સનું મેગા ઓક્શન થશે. આવામાં ફ્રેન્ચાઈઝી માત્ર 3 પ્લેયર્સને રિટર્ન કરી શકે છે


ઝી મીડિયા/બ્યૂરો :મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings) માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020) ની 13મી સીરિઝ બહુ જ નિરાશાજનક રહી છે. 3 વાર ચેમ્પિયન ચેન્નઈ માટે દૂબઈ પહોંચતા જ મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી. ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા જ યુએઈ પહોંચ્યા બાદ અંગત કારણોને કારણે સ્વદેશ પરત ફર્યા હતા. જ્યારે કે હરભજને (Harbhajan Singh) પણ પોતાનું નામ પરત લઈ લીધું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલ 2021 ને લઈને અત્યારથી જ ચર્ચાઓ ગરમ થવા લાગી છે કે, આઈપીએલ 14 પહેલા જ પ્લેયર્સનું મેગા ઓક્શન થશે. આવામાં ફ્રેન્ચાઈઝી માત્ર 3 પ્લેયર્સને રિટર્ન કરી શકે છે. આવામા ચેન્નઈની ટીમ પ્લેયર્સને રિટર્ન કરી શકે છે. તો સાથે જ એમએસ ધોની (ms dhoni) ને રિલીઝ કરીને આરટીએમ કાર્ડના માધ્યમથી ફરીથી મેળવી શકે છે. 


આ પણ વાંચો : વડોદરાનું 140 વર્ષ જૂનું ‘કોરોના પેઈન્ટિંગ’ બન્યું ટોકિંગ પોઈન્ટ, જેનું કનેક્શન એક સ્ત્રી સાથે છે


જો મેગો ઓક્શનનું આયોજન થાય છે, તો ચેન્નઈ આ 3 પ્લેયર્સને રિટર્ન કરી શકે છે.


દીપક ચાહર
આઈપીએલમાં દીપક ચાહર (Deepak Chahar) સીએસકે માટે એક બેસ્ટ બોલર છે. ચાહરે આઈપીએલમાં બેસ્ટ પ્રદર્શન આપીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. 28 વર્ષીય ચાહર ચેન્નાઈ માટે ઓછામાં ઓછા 3 વર્ષ માટે રમી શકે છે. જો સીએસકે તેમને રિટર્ન કરે છે તો તે પેસ અટૈકની આગેવાની કરી શકે છે. ચાહર ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્ તરફથી રમનાર પેસર જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહંમદ સિરાઝને ફ્રેન્ચાઈઝી રિટર્ન કરી શકે છે. દીપક ચાહરે સીએસકે માટે 40 થી વધુ વિકેટ લીધા છે. રણજી ટ્રોફીમાં રાજસ્થાન તરફથી રમનાર ચાહર ચેન્નઈ માટે અત્યાર સુધી બેસ્ટ પ્રદર્શન કરતા આવ્યા છે. 


સૈમ કર્રન
સીએસકે તરફખી સૈમ કર્રન (Sam Curran) આઈપીએલ 2020માં બોલરની સાથે બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન આપી ચૂક્યા છે. સૈમ કર્રનને આઈપીએલ 13માં સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રોવાની જગ્યાએ ઉતારાયા હતા, જે શરૂઆતી મેચ બાદ ઈજા થવાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈને સ્વદેશ પરત ફર્યા હતા.


આ પણ વાંચો : લેટેસ્ટ અપડેટ : હવે અમદાવાદના કોરોના દર્દીઓને સારવાર માટે વડોદરા સુધી લંબાવવુ પડશે


ઈંગ્લેન્ડના આ યુવા ઓલરાઉન્ડર સૈમ કર્રને આ તકને બંને હાથમાં મેળવવા કોઈ તક ન છોડી. સૈમ કર્રને અનેક મેચમાં ફીનિશરની ભૂમિકા ભજવી છે. અનેક વિકેટ લીધી છે. સૈમ કર્રનના ઓલરાઉન્ડર પ્રદર્શન ક્ષમતાને જોઈને સીએસકે આ પ્લેયરને રિલીઝ કરવા નહિ માંગે. 22 વર્ષના આ ઈંગ્લેન્ડના પ્રતિભાવાન પ્લેયરને પોતાની સાથે જોડીને સીએસકેએ બેસ્ટ કામ કર્યું છે. જો તે Sam Curran ને રિટર્ન કરે છે તો ટીમ આગામી વર્ષમાં વિનર સાબિત થઈ શકે છે. 


રવિન્દ્ર જાડેજા
ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અનેક વર્ષોથી ચેન્નઈ માટે રમી રહ્યાં છે. જાડેજા મેચ વિનર પ્લેયર છે. તે બોલિંગ ઉપરાંત નીચલા ક્રમમાં તાબડતોડ બેટિંગ માટે પણ પ્રખ્યાત છે. જાડેજા ટર્નિંગ વિકેટ પર ઘાતક બોલર સાબિત થઈ શકે છે. 


આ પણ વાંચો : Perol Price Today: અમદાવાદ-સુરત-વડોદરામાં આજે આ ભાવે વેચાશે પેટ્રોલ-ડીઝલ