મુંબઈ : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ માહિતી આપી છે કે 23 માર્ચથી શરૂ થનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 12મી સિઝનમાં યોજાનારી તમામ મેચોની તારીખ સોમવારે મુંબઈમાં યોજાનારી COAની બેઠક પછી જાહેર થઈ શકે છે. બીસીસીઆઇએ હાલમાં પાંચ ચએપ્રિલ સુધી યોજનારી 17 મેચો વિશે જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગયા વર્ષની વિજેતા ચેન્નાઇ સુપર કિંગ્સ પહેલા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સાથે બાજી માંડશે. COAની આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન શશાંક મનોહર પણ હાજર હશે અને સીઓએ સાથે વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી (WADA) સાથેના વિવાદની ચર્ચા કરશે. આઇસીસીએ WADAના નિયમોનું પાલન કરવા માટે હામી ભરી દીધી છે પણ બીસીસીઆઇ આ શરત માનવા માટે તૈયાર નથી.


આઇસીસીના સીઇઓ ડેવિડ રિચર્ડસને કહ્યું હતું હું બીસીસીઆઇની મદદ કરી રહ્યો છું જેથી વાડા અને નાડા સાથેનો વિવાદ ઉકેલી શકાય. અમને લાગે છે કે 2028માં ઓલિમ્પિકમાં ક્રિકેટ હોવું જોઈએ પણ જ્યાં સુધી બધા એક નહીં થઇએ ત્યાં સુધી આ શક્ય નહીં બને. અત્યારે બીસીસીઆઇને એ સમજાવાની જરૂર છે કે ક્રિકેટનું ઓલિમ્પિકમાં હોવું દરેક રીતે યોગ્ય છે. 


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક....