નવી દિલ્લી: આઈપીએલ-2022ની મોટી હરાજીને અનેક કલાકનો સમય પૂરો થઈ ચૂક્યો છે. લાખો-કરોડો રૂપિયાની હરાજી પછી હવે શાંતિથી સમજવાનો સમય છે કે કયા ખેલાડીને શું મળ્યું? ટીમ માલિકોએ ખેલાડીઓને પસંદ કરવામાં કઈ રણનીતિનો ઉપયોગ કર્યો? ટીમ માલિકોની પ્રાથમિકતાઓ શું હતી? તેમનું જોર ટુર્નામેન્ટમાં જીત મેળવનારી ટીમ બનાવવા પર હતું કે પૈસાની તાકાત બતાવવા પર? હકીકત તો એ છે કે છેલ્લી કેટલીક સિઝનથી ટીમ માલિક ઓક્શન હોલમાં બેસીને વિચારતા હતા કે તેમની પોતાની ટીમ માટે શું કરવું છે. પરંતુ તેનાથી ક્યાંય વધારે વિચારીને બેઠા હતા કે તેમને શું કરવાનું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા-મોટા ખેલાડીઓની થઈ ગઈ છૂટ્ટી:
હવે શું નથી કરવાનું તેની રણનીતિ એ છે કે આઈપીએલનો ધુરંધર બેટ્સમેન સુરેશ રૈના, ઈયોન મોર્ગન, અમિત મિશ્રા, સ્ટીવન સ્મિથન, શાકિબ અલ હસન અને ડેવિડ મલાન જેવા ખેલાડીઓને અનસોલ્ડ કરાવે છે. સમાન્ય રીતે ક્રિકેટ ફેન્સને લાગે છે કે કેટલાંક ખેલાડીઓ પર કરોડો રૂપિયા વરસાવનારા ટીમ માલિક આટલા દિગ્ગજ ખેલાડીઓની અવગણના કેમ કરી શકે. તો તેની પાછળની કહાની કંઈક ઓર છે.


કેમ ન વેચાયા રૈના-સ્મિથ જેવા ખેલાડી:
જરા વિચારો. સુરેશ રૈના આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ટોપ-5 બેટ્સમેન છે. અમિત મિશ્રા સૌથી વધારે વિકેટ લેનારા બોલરોમાં ત્રીજા નંબરે છે. સ્ટીવન સ્મિથ ઓસ્ટ્રલિયાનો સફળ કેપ્ટન રહી ચૂક્યો છે. આઈસીસી રેન્કિંગ્સમાં તે સતત છવાયેલો રહે છે. શાકિબ અલ હસને પોતાને શાનદાર ઓલરાઉન્ડર સાબિત કર્યો છે. પરંતુ આ તમામ ખેલાડીઓની સાથે મુશ્કેલી એ રહી કે ટીમની નવી રણનીતિમાં તે જગ્યા મેળવી શક્યા નહીં. આઈપીએલના શરૂઆતના સમયમાં ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં હોય કે ન હોય પરંતુ તેને સ્ક્વોડમાં રાખવાની ટીમ માલિકની આદત રહેતી હતી. પરંતુ તેના પછી આઈપીએલમાં કોસ્ટ કટિંગના સમયમાં ટીમ માલિકોએ માત્ર આ ખેલાડીઓને ટીમમાં જ ન રાખ્યા પરંતુ તેમને પ્લેઈંગ ઈલેવનનો ભાગ પણ બનાવ્યા. જ્યારે એક સમય એવો હતો કે ટીમ માલિક વિચારતા થયા કે આ ખેલાડી ટીમમાં ફિટ બેસતો નથી તો તેને રિલીઝ કરી દેવામાં આવે.


ગૌતમ અને લિવિંગ્સ્ટનનું ઉદાહરણ પણ સમજવું પડશે:
કે.ગૌતમનું ઉદાહરણ પણ માલિકોના આ વિચારને સમજવા માટે પૂરતું છે. 2018માં કે.ગૌતમને રાજસ્થાન રોયલ્સે લગભગ  6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેના પછી ગયા વર્ષે ચેન્નઈની ટીમે 9 કરોડ રૂપિયાથી પણ વધારેમાં તેને ખરીદ્યો. પરંતુ 2022ની હરાજીમાં તેને એક કરોડ રૂપિયા પણ ન મળ્યા. ચેન્નઈએ જ્યારે ગૌતમ માટે 9 કરોડથી વધારે રૂપિયાનો ખર્ચ કર્યો ત્યારે તેમને એક ઓફ સ્પિનરની તાતી જરૂરિયાત હતી. પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં તેને રમાડવાની કોઈ જરૂર ન પડી. અને તેને રિલીઝ કરી દેવામાં આવ્યો. આ વખતે તેને માત્ર 90 લાખમાં જ ખરીદવામાં આવ્યો. તો બીજી બાજુ લિયામ લિવિંગ્સ્ટન છે. જેને પંજાબ કિંગ્સે 1 કરોડની બેસ પ્રાઈઝથી સીધા સાડા અગિયાર કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ જ તો કહાની છે ટીમમાં પસંદ અને ખેલાડીઓની હરાજીની. જ્યાંનો સિદ્ધાંત છે બાપ બડા ન ભૈયા, સબસે બડા રૂપૈયા.