નવી દિલ્લીઃ ભારતને ઓલિમ્પિકમાં 2 મેડલ હાંસલ થયા છે. 2012માં સાયના નેહવાલ (Saina Nehwal) એ લંડનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારે, 2016 રિયો ઓલિમ્પિકમાં પી. વી. સિન્ધુંએ (P V Sindhu) એ સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભારત તરફથી ટોક્યો ઓલિમ્પિકમાં 4 શટલર્સ કોર્ટમાં ઉતરશે. મહિલા સિંગ્લસ વર્ગમાં પીવી સિન્ધુ, પુરુષ સિંગ્લસમાં બી સાંઈ પ્રણીત અને પુરુષ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ભાગ લેશે. લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર અને પૂર્વ વર્લ્ડ નંબર 1 શ્રીકાંત કિદાંબી ક્વોલિફાઈ નથી થઈ શક્યા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. પીવી સિન્ધુ:
બેડમિન્ટમાં મેડલ મેળવવા માટે સૌથી પ્રબળ દાવેદાર પીવી સિન્ધુ છે. રિયો ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી સિન્ધુ 2019માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. સિન્ધુ ટોક્યો ઓલિમ્પિકમાં જનારી એકમાત્ર મહિલા શટલર છે. તેમના માટે ગયું વર્ષ કઈ સારું નથી રહ્યું. તે કેટલીક ટૂર્નામેન્ટમાં શરૂઆતી રાઉન્ડમાં જ બહાર ફેંકાઈ હતી. જોકે માર્ચમાં તે સ્વિસ ઓપનના ફાઈનલમાં પહોંચી હતી. સિન્ધુને મોટી મેચોની પ્લેયર માનવામાં આવે છે. ત્યારે, આ વખતે તેમની પાસેથી ઓલિમ્પિક ગોલ્ડની આશા પુરી થઈ શકે છે.

2. બી સાંઈ પ્રણીત:
બી સાંઈ પ્રણીત અત્યાર વર્લ્ડ રેન્કિંગમાં 15માં સ્થાને છે. 2019માં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તે બ્રોન્ઝ મેડલ મેળવવામાં કામયાબ થયો હતો. પ્રણીતે પોતાના કરિયરમાં લી ચોન્ગ વેઈ, લી જુનહુઈ જેવા દિગ્ગજ ખેલાડીઓને માત આપી છે. ત્યારે પ્રણીત ઓલિમ્પિકમાં પણ કોઈ આવો ઉલટફેર કરી મેડલ લઈ આવે તો નવાઈ નહિ.

3. ભારતીય ડબલ્સ ટીમ:
ભારતથી ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ભાગ લેશે. યુવા ખેલાડીઓની આ જોડી હાલ વર્લ્ડ રેન્કિંગમાં 10માં ક્રમાંકે છે. 2018 કોમ્નવેલ્થ ગેમ્સથી બંને સાથે રમી રહ્યા છે. એવામાં આ બે ખેલાડીઓ વચ્ચે તાલમેલ ખૂબ જ સારો છે. બંને 2019માં મકાઉ ઓપનમાં ચેમ્પિયન થયા હતા. ત્યારે, આ વર્ષે તેઓ થાઈલેન્ડ ઓપનમાં પણ ફાઈલન સુધી પહોંચ્યા હતા.