નૉકઆઉટમાં વિરાટને આઉટ કરવો `ડાબા હાથનો ખેલ`, આ રહ્યો પૂરાવો
વનડે કરિયરમાં 236 મેચ, 11286 રન, 59.40 એવરેજ, 41 સદી અને 54 અડધી સદી. ક્રિકેટના સામાન્ય જાણકાર માટે પણ આટલા બધા સ્ટેટ્સ તે નક્કી કરવા માટે પર્યાપ્ત છે કે ક્યા ખેલાડીનો ઉલ્લેખ થઈ રહ્યો છે.
લંડનઃ વનડે કરિયરમાં 236 મેચ, 11286 રન, 59.40 એવરેજ, 41 સદી અને 54 અડધી સદી. ક્રિકેટના સામાન્ય જાણકાર માટે પણ આટલા બધા સ્ટેટ્સ તે નક્કી કરવા માટે પર્યાપ્ત છે કે ક્યા ખેલાડીનો ઉલ્લેખ થઈ રહ્યો છે. જી હાં, આ ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને આ સમયમાં વિશ્વના નંબર એક બેટ્સમેન વિરાટ કોહલીના આંકડા છે. વિરાટે દરેક પ્રકારના આક્રમણ દરેક પ્રકારની પિચ તથા માહોલમાં રન બનાવ્યા છે. તેની વિકેટ કોઈપણ બોલર માટે પ્રાઇઝ વિકેટ હોય છે.
સમજી શકાય કે જો તેને આઉટ ન કરવામાં આવે તો તે મોટી ઈનિંગ રમશે અને પછી સદી ફટકારી ટીમ ઈન્ડિયાની જીતની ગેરંટી અપાવીને મેદાનથી પરત ફરશે. આવા ખેલાડી વિશે તે કહેવામાં આવે કે મોટા મંચ પર અને નોકઆઉટ મેચમાં તેની વિકેટ ઝડપવી ડાબા હાથનો ખેલ છે તો એકવાર વિશ્વાસ નહીં આવે. પરંતુ આંકડા સાક્ષી છે કે મહત્વની ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચમાં વિરાટને પોતાની સ્વાભાવિક રમત રમવામાં મુશ્કેલી પડે છે. પોતાના કરિયરની તમામ નોકઆઉટ મેચમાં તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી.
લેફ્ટ આર્મ પેસરની સામે હંમેશા જોવા મળેલું સંકટ નોકઆઉટ મેચમાં વિરાટની વિકેટ તિલકરત્ને દિલશાનથી લઈને ડેવિડ હસીએ લીધી છે. આ ખેલાડીઓને કોઈપણ સારા બોલરમાં સામેલ ન કરી શકાય. ટીમ ઈન્ડિયાની છેલ્લી ત્રણ નોકઆઉટ મેચ પર નજર કરો તો તેમાં વિરાટ ડાબોડી ફાસ્ટ બોલરનો શિકાર બન્યો છે. ઓસ્ટ્રેલિયામાં રમાયેલા વિશ્વ કપ 2015ની સેમિફાઇનલમાં વિરાટને મિશેલ જોનસને આઉટ કર્યો હતો. ત્યારે 13 બોલમાં માત્ર 1 રન બનાવી શક્યો હતો.
આવું રહ્યું છે પ્રદર્શન
ટૂર્નામેન્ટ | વિરોધી | સ્કોર |
2011 વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલ | ઓસ્ટ્રેલિયા | 24 |
2011 વર્લ્ડ કપ સેમિફાઇનલ | પાકિસ્તાન | 9 |
2011 વર્લ્ડ કપ ફાઇનલ | શ્રીલંકા | 35 |
2015 વર્લ્ડકપ ક્વાર્ટર ફાઇનલ | બાંગ્લાદેશ | 3 |
2015 વર્લ્ડ કપ સેમિફાઇનલ | ઓસ્ટ્રેલિયા | 1 |
2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ | પાકિસ્તાન | 5 |
2019 વર્લ્ડ કપ સેમિફાઇનલ | ન્યૂઝીલેન્ડ | 1 |
આ રીતે ઈંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં વિરાટ કોહલી પાકિસ્તાનના ડાબા હાથના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરનો શિકાર બન્યો હતો. ત્યારે તેણે 9 બોલમાં 5 રન બનાવ્યા હતા. આ વખતે વિશ્વ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના ડાબા હાથના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે તેને આઉટ કર્યો હતો. આ મેચમાં વિરાટ 1 રન બનાવી શક્યો હતો.
તેની પાછળ હોઈ શકે છે મનોવૈજ્ઞાનિક કારણ
ટ્રેન્ડ અને આંકડા તે વાત તરફ સંકેત કરે છે કે વિરાટ કોઈ મોટી ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચમાં પોતાના પર વધુ દબાવ લઈ લે છે. તે કારણે પોતાની સામાન્ય રમત રમી શકતો નથી. મનોવૈજ્ઞાનિક કારણ હોઈ શકે કે વિરાટ એક પ્રકારના બોલર સામે આઉટ થઈ રહ્યો છે.