49 વર્ષનો થયો અનિલ કુંબલે, વીરૂએ માફી માગતા આપી જન્મદિવસની શુભેચ્છા
ભારતના મહાન સ્પિન બોલર અનિલ કુંબલે ગુરૂવારે 49 વર્ષનો થઈ ગયો છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને કોચને આ અવસર પર ઘણા પૂર્વ ખેલાડીઓએ શુભેચ્છા આપી છે.
નવી દિલ્હીઃ ભારતના મહાન સ્પિન બોલર અનિલ કુંબલ 49 વર્ષનો થઈ ગયો છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને કોચને આ તકે ઘણા પૂર્વ ખેલાડીઓએ શુભેચ્છા આપી છે. શુભેચ્છા આપનારમાં પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સહેવાગ અને વીવીએસ લક્ષ્મણ સહિત ઘણા ખેલાડી સામેલ છે. તેમાં સહેવાગે અલગ રીતે તેને જન્મદિવસની શુભેચ્છા આપી છે.
ગંભીરે ટ્વીટ કર્યું, 'ભારતના સૌથી મોટા મેચ વિનર અનિલ કુંબલેને શુભકામનાઓ. તમારી પાસે ઘણું શીખ્યો અને હું જેટલા પણ કેપ્ટનોની અંદર રમ્યો તેમાં તમે શાનદાર છો. ક્રિકેટ ખેલાડીઓને પ્રેરિત કરવા માટે આભાર.'
ગંભીરના ઓપનિંગ જોડીદાર વીરેન્દ્ર સહેવાગે કહ્યું, 'ભારતના સૌથી મહાન મેચ વિનરોમાંથી એક અને એક શાનદાર રોલ મોડલ. તમને બીજી સદીથી દૂર રાખવા માટે માફી ઈચ્છુ છું અનિલ કુંબલે ભાઈ. પરંતુ હું પ્રાર્થના કરુ છું કે તમે વાસ્તવિક જીવનમાં સદી બનાવો. હવે માત્ર 51 વર્ષ બાકી છે. તમને જન્મદિવસની શુભકામનાઓ અનિલ ભાઈ.'
કુંબલેએ 2007મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓવર ટેસ્ટમાં 110 રન બનાવ્યા હતા. વીવીએસ લક્ષ્મણે ટ્વીટ કર્યું, 'તમને જન્મદિવસની શુભેચ્છા અનિલ કુંબલે. ભગવાન તમારા પર આજે અને આવનારા સમયમાં આશીર્વાદ બનાવી રાખે.'
કુંબલેએ ભારત માટે કુલ 132 ટેસ્ટ અને 271 વનડે મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 619 અને વનડેમાં 337 વિકેટ ઝડપી છે.