નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. આ સિરીઝમાં ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની વાપસી થવાની છે. તો હર્ષલ પટેલ અને મોહમ્મદ શમી પણ વાપસી કરવાના છે. ટી20 વિશ્વકપ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સામે ત્રણ-ત્રણ મેચની ટી20 સિરીઝ રમવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ.


આફ્રિકા સામે ટી20 સિરીઝ માટે ટીમ
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ.


આ પણ વાંચોઃ T20 World Cup: ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, જાણો કોણ થયું IN કોણ થયું OUT


અલગ-અલગ કોમ્બિનેશન અજમાવશે ટીમ ઈન્ડિયા
બંને ઘરેલૂ સિરીઝમાં ભારતીય ટીમ અલગ-અલગ ફાસ્ટ અને સ્પિન બોલરોની સાથે બેટિંગમાં પણ અલગ કોમ્બિનેશન અજમાવી શકે છે. બેટિંગ ક્રમમાં ફેરફાર કરી શકાય છે. અહીં ટીમનો પ્રયાસ હશે કે કેટલા બેટર, કેટલા બોલર અને કેટલા ઓલરાઉન્ડર સાથે તેણે વિશ્વકપની પ્લેઇંગ ઇલેવન ઉતારવાની છે. વિશ્વકપ પહેલા તમામ સવાલોના જવાબ મેળવવા માટે માત્ર આ બે સિરીઝ છે. 


સંજૂ સેમસનને ન મળી તક
ટીમ ઈન્ડિયાએ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ટીમ જાહેર કરી છે. તો ટી20 વિશ્વકપની ટીમ પણ જાહેર કરી દેવામાં આવી છે. આ ટીમમાં સંજૂ સેમસનને તક મળી નથી. સંજૂ સેમસનને ટીમમાં સામેલ કરવાની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. કારણ કે રિષભ પંતને ખુબ તક મળી છે પરંતુ તે પોતાની ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube