નવી દિલ્હી: આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સતત બે મેચ હારીને મુસીબતમાં આવી ગઈ છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને ખરાબ રીતે હરાવી. કેટલાક ખેલાડીઓ એવા રહ્યા જેમણે આઈપીએલમાં પોતાના પ્રદર્શનથી બધાના હ્રદય જીતી લીધા હતા. પરંતુ આમ છતાં આ ખેલાડીઓને ટી20 વર્લ્ડ કપ સ્ક્વોડમાં જગ્યા ન અપાઈ. હવે જ્યારે ટી20 વર્લ્ડ કપમાં ભારતની આકરી ટીકા થઈ રહી છે તો ફેન્સ આ ખેલાડીઓને યાદ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સારો ઓપનર છે આ ખેલાડી
ટીમ ઈન્ડિયાના ઓપનર અને સ્ટાર બેટ્સમેન શિખર ધવનને ભારતીય ટીમના ટી20 વર્લ્ડ કપ સ્ક્વોડમાં જગ્યા મળી નહતી. પરંતુ ધવનનું બેટ આઈપીએલમાં ખુબ ગરજ્યું હતું. તેણે 16 મેચોમાં 587 રન બનાવ્યા જેના કારણે દિલ્હીને પ્લેઓફમાં જવાની તક મળી હતી. ધવન ખુબ જ આક્રમક બેટિંગ કરે છે અને તે મોટા મોટા છગ્ગા ફટકારવામાં પણ ઉસ્તાદ છે. ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની ઓપનિંગ જોડી સતત ફ્લોપ સાબિત થઈ છે. રોહિત શર્મા અને કેએલ રાહુલ મોટી ઈનિંગ રમી શક્યા નથી. ટીમ ઈન્ડિયા એટલે જ તેના ઓપનર શિખર ધવનની કમી મહેસૂસ કરી રહી છે. 


'હારથી દુખી છું, હવે ઘરે જઈ રહ્યો છું', ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ વિરાટ કોહલીનું જૂનું ટ્વીટ વાયરલ


ICC ટુર્નામેન્ટ્સમાં ખુબ ચાલે છે ધવનનું બેટ
શિખર ધવન મોટી મેચોનો ખેલાડી છે. જ્યારે ધવન પોતાની લયમાં હોય ત્યારે કોઈ પણ બોલરને ઝૂડી શકે છે. આઈસીસી ટુર્નામેન્ટ્સમાં ધવનનું બેટ ખુબ ચાલે છે. 2013 આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં તેણે ખુબ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે આ ટુર્નામેન્ટમાં 363 રન અને 2017માં 338 રન બનાવ્યા હતા. ધવને પોતાની બેટિંગનું જોર 2015 વર્લ્ડ કપમાં પણ દેખાડ્યું હતું. ત્યારે તે 412 રન સાથે ભારત માટે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી હતો. આ ખતરનાક ઓપનર ટી20 વર્લ્ડ કપમાં રમી રહ્યો નથી જેના કારણે ભારતીય ટીમને ઓપનિંગ કોમ્બિનેશનમાં પરેશાની આવી રહી છે. 


T20 વર્લ્ડકપ વચ્ચે ક્રિકેટની દુનિયામાંથી માઠા સમાચાર, યુવરાજની જેમ આ દિગ્ગજ ક્રિકેટરને કેન્સર


સ્પિનનો જાદુગર યુજવેન્દ્ર ચહલ
સ્ટાર લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ પણ ટી20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. ચહલે આઈપીએલમાં પોતાના પ્રદર્શનથી હાહાકાર મચાવ્યો હતો. આરસીબી તરફથી રમતા તેણે આઈપીએલ 2021માં 15 મેચોમાં 18 વિકેટ લીધી હતી. UAE ની પીચો સ્પિનરોને મદદ કરે છે. આઈપીએલનો બીજો તબક્કો યુએઈમાં જ રમાયો હતો. જો આ સારો સ્પિનર ટીમમાં સામેલ હોત તો ભારતીય ટીમના આટલા ખરાબ હાલ ન થયા હોત. સાઉથ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર ઈમરાન તાહિરે પણ ચહલને ટીમમાં સામેલ ન કરવા અંગે ખુબ ટીકા કરી હતી. ચહલની ગુગલી અને લેગ સ્પિનનો જાદુ સમગ્ર દુનિયા જાણે છે. ટીમ ઈન્ડિયામાં સામેલ કોઈ પણ સ્પિનર સારું પ્રદર્શન કરી શક્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube