નવી દિલ્હીઃ T20 World Cup 2024: આઈસીસી ટી20 વિશ્વકપની શરૂઆત 1 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં થશે. દરેક ટીમોએ 1 મે સુધી પોત-પોતાની ટીમની જાહેરાત કરવાની છે. તેવામાં બધાની નજર ભારતીય ટીમ પર ટકેલી છે. હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર જલ્દી 15 ખેલાડીઓની પસંદગી કરવા માટે બેઠક કરવાના છે, ત્યારબાદ વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 દિલ્હીમાં 27 કે 28 એપ્રિલે થઈ શકે છે બેઠક
મીડિયા રિપોર્ટ્પ અનુસાર બધા પસંદગીકારો 27 કે 28 એપ્રિલે દિલ્હીમાં બેઠક કરી શકે છે. નોંધનીય છે કે 27 એપ્રિલે અરૂણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ રમાવાની છે, તેથી ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ દિલ્હીમાં હાજર રહેશે. રિપોર્ટ અનુસાર રોહિત શર્મા અને પસંદગીકારો ટી20 વિશ્વકપ 2024ની સ્ક્વોડ પર મહોર લગાવી શકે છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અત્યારે સ્પેનમાં રજાઓ માણી રહ્યો છે અને 27 કે 28 એપ્રિલે દિલ્હી આવી બેઠકમાં સામેલ થશે.


આ પણ વાંચોઃ ધોનીનું અપમાન કરવાનું ફળ ભોગવી રહ્યા છે આ IPL ટીમના માલિક? સાક્ષીએ આપી હતી ચેતવણી


રિપોર્ટ પ્રમાણે કેપ્ટન રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ સિરાજનું વિશ્વકપ માટે અમેરિકા જવું લગભગ નક્કી છે. આ બધા ખેલાડી વિશ્વકપમાં જરૂર રમશે. આ વચ્ચે હાર્દિક પંડ્યા સંકટમાં ઘેરાતો જોવા મળી રહ્યો છે. તેને લઈને સામે આવ્યું કે ઓલરાઉન્ડરની પસંદગી મુંબઈ ઈન્ડિયન્સ માટે પોતાના આધાર પર કરવામાં આવશે, જે અત્યાર સુધી સારૂ રહ્યું નથી. 


ભારત ક્યારે રમશે પ્રથમ મેચ?
ટી20 વિશ્વકપ 2024માં 20 ટીમો ભાગ લેશે, જેને 5-5 ટીમના ચાર ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારતીય ટીમને ગ્રુપ-એમાં રાખવામાં આવી છે, જેમાં પાકિસ્તાન, યુએસએ, કેનેડા અને આયર્લેન્ડ પણ સામેલ છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી કરશે, જ્યાં તેનો સામનો આયર્લેન્ડ સામે થશે. ત્યારબાદ 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.