દુબઈઃ છ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરી કોમ (51 કિલોગ્રામ) એ રવિવારે કઝાકિસ્તાનની નાઝિમ કયજૈબે વિરુદ્ધ એક રોમાંચક મુકાબલામાં હાર બાદ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. મેરી કોમે ફાઇનલમાં 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં તેનો સાતમો મેડલ છે, પ્રથમ ગોલ્ડ 2003માં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાનાથી 11 વર્ષ નાની વિરોધી વિરુદ્ધ 38 વર્ષીય ભારતીય બોક્સરે પ્રભાવશાળી શરૂઆત કરી અને પોતાના જવાબી હુમલા પર વિશ્વાસ કરતા આરામથી શરૂઆતી રાઉન્ડમાં પ્રવેશ કર્યો. બીજા રાઉન્ડમાં બન્ને બોક્સરો આક્રમક જોવા મળ્યા હતા. અહીં વિરોધી બોક્સરે સારૂ પ્રદર્શન કરતા પોઈન્ટ પોતાના નામે કર્યા હતા. 


આ પણ વાંચોઃ વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ બોર્ડ મુશ્કેલીમાં, IPL માટે વેસ્ટ ઈન્ડિઝ પાસે માંગી મદદ  


મેરી કોમે અંતિમ ત્રણ મિનિટમાં વાપસી કરી, પરંતુ તે ગોલ્ડ જીતવામાં અસફળ રહી હતી. મણિપુરની આ બોક્સરે પોતાના અભિયાન માટે $5,000 ની ઈનામી રકમ જીતી, જ્યારે કયજૈબેને $10,000 મળ્યા.


મહત્વનું છે કે કયજૈબે બે વખતની વિશ્વ ચેમ્પિયન અને છ વખતની રાષ્ટ્રીય ચેમ્પિયન છે. પુરૂષોની ફાઇનલમાં સોમવારે અમિત પંઘાલ (52 કિલો), શિવ થાપા (64 કિલો) અને સંજીત (9 કિલો) આમને-સામને હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube